india china military dialogue next corps commander level meet
વિવાદ /
સરહદ પરના તણાવનો આવશે ઉકેલ? ભારત-ચીન આવતીકાલે કરવા જઈ રહ્યું છે આ મહત્વનું કામ
Team VTV02:55 PM, 23 Jan 21
| Updated: 02:58 PM, 23 Jan 21
ભારત અને ચીન વચ્ચે વધુ એક સંવાદ બેઠક આગામી રવિવારના રોજ યોજાનારી છે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક બંન્ને રાષ્ટ્રોની સરહદોને લઈને ચાલી રહેલા તણાવનું સમાધાન લાવવા માટે યોજાઇ રહી છે.
ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત
આવતીકાલે વધુ એકવખત યોજાશે બંન્ને રાષ્ટ્રો વચ્ચે બેઠક
અત્યાર સુધીમાં 6 વખત યોજાઇ ચૂકી છે બેઠક
એક અધિકારીએ આપેલ જાણકારી પ્રમાણે આ બેઠક રવિવારે યોજાશે. સૂત્રોએ કહ્યું હતું કે, બેઠક માટે રૂપરેખા અને ભારતના પક્ષમાં કામ કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં છેલ્લા કેટલાક સમયથી વિદેશ મંત્રાલયના પ્રતિનિધિ પણ ભાગ લઈ રહ્યા છે.
ચીનના મોલ્ડોમાં યોજાશે બેઠક
સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી જાણકારી પ્રમાણે આ બેઠક ચુશૂલ સેક્ટરની સામે ચીન તરફ રહેલ મોલ્ડોમાં યોજાશે. બંન્ને પક્ષો વચ્ચે આ છઠ્ઠી બેઠક છે.
9 મહિનાથી તણાવ યથાવત
આપને જણાવી દઇએ કે, ભારત અને ચીન વચ્ચે સરહદ મામલે છેલ્લા 9 મહિનાથી તણાવ યથાવત છે. બંન્ને દેશોએ સીમા પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો, તોપ અને હથિયારો તૈનાત કર્યા છે. સીમા પર કેટલાક વિસ્તારોમાં તાપમાન શૂન્યથી 30 ડિગ્રી નીચે જઈ ચૂક્યું છે તેમ છતાં સુરક્ષાદળોની સંખ્યામાં ઘટાડો નોંધાયો નથી. શિયાળા દરમિયાન સીમા પર શાંતિ યથાવત જોવા મળી છે.
20 જવાનો થયા હતા શહિદ
ઉલ્લેખનીય છે કે, બંન્ને રાષ્ટ્રો વચ્ચે ગત વર્ષે મે મહિનામાં પૈગોંગ લેક પર તણાવ ઉભો થયો હતો. 15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં બંન્ને રાષ્ટ્રોના જવાનો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી જેમાં ભારતના 20 સૈનિકો જ્યારે ચીનના પણ કેટલા સૈનિકો શહિદ થયાં હતા.