india china learnt to have activated working mechanism at diplomatic level amid ladakh tension
વિવાદ /
લદ્દાખ પર સીમા વિવાદના ઉકેલની ચીન-ભારતે શરૂ કરી તૈયારી, મનમોહન સિંહે બનાવેલું મિકેનિઝમ બનશે મહત્વપૂર્ણ
Team VTV04:30 PM, 27 May 20
| Updated: 06:43 PM, 27 May 20
પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે લાઈન ઓફ એક્સ્ચયુઅલ કન્ટ્રોલ (LAC)ની આસપાસ ચીન અને ભારતીય સેના વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. ભારતમાં પણ સ્થિતિનો સામનો કરવા તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
ભારત-ચીન વચ્ચેના સરહદ વિવાદોને ઉકેલવા 2012માં WMCC સ્થાપિત કરવામાં આવી હતી
ભારત અને ચીન બંનેને વર્કિંગ મિકેનિઝમ (WMCC) પર કામ કરવાની જરૂર છે
આ દરમિયાન જાણકારોનું માનવું છે કે, આ સ્થિતિમાં ભારત અને ચીન બંનેને વર્કિંગ મિકેનિઝમ (WMCC) પર કામ કરવાની જરૂર છે, જેની શરૂઆત મનમોહન સિંહે વર્ષ 2012માં તેમના કાર્યકાળ દરમિયાન કરી હતી. તેના પર બીજિંગમાં તત્કાલીન ભારતીય રાજદૂત એસ. જયશંકરે પણ સહી કરી હતી.
ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદોને ઉકેલવા માટે વર્કિંગ મિકેનિઝમ ફોર કન્સલેટશન એન્ડ કો-ઓર્ડીનેશન ઓન ઈન્ડિયા-ચાઇના બોર્ડર અફેર્સ (ડબલ્યુએમસીસી)ની જાન્યુઆરી, 2012માં સ્થાપિત કરવામાં આવી હતી. તત્કાલીન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) શિવશંકર મેનન અને તેમના ચીનના સમકક્ષ દાઈ બિંગુઓની વચ્ચે થયેલી સીમા મંત્રણા બાદ સહમતિ સધાઈ હતી.
બંને દેશોના સંયુક્ત સચિવ સ્તરના અધિકારીઓને તેની જવાબદારી આપવામાં આવી હતી. હાલમાં આ જવાબદારી એનએસએ અજીત ડોભાલ પાસે છે. જોકે, વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) નવીન શ્રીવાસ્તવ ભારતીય પક્ષનું નેતૃત્વ કરે છે. ચીની પક્ષનું નેતૃત્વ હોંગકોંગ લિઆંગ, મહાનિદેશક (સીમા અને મહાસાગરીય મામલાઓનો વિભાગ) કરી રહ્યા છે.
વર્ષ 2012 બાદ આ અધિકારીઓ વચ્ચે માત્ર 14 બેઠક થઈ છે. અંતિમ બેઠક ગયા વર્ષે જુલાઈમાં થઈ હતી. આ છેલ્લી બેઠકમાં પ્રભાવી સીમા પ્રબંધન માટે બંને દેશોએ સીમા ક્ષેત્રોમાં સ્થિતિની સમીક્ષા કરી હતી. આ સંબંધમાં તેઓએ સરહદી ક્ષેત્રોમાં શાંતિ કાયમ રાખવા માટે ડબલ્યુએમસીસીના માળખા હેઠળ સૈનિકો અને ડિપ્લોમેટિક સ્તરે નિયમિત આદાન-પ્રદાન ઉપર પણ ચર્ચા કરી હતી.