મહામંથન / ચાલબાજ ચીનની ઠેકાણે આવશે સાન?

ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચે જે કંઈ થયું તે પછી દેશ અપેક્ષા રાખતો હતો પ્રધાનમંત્રી પાસેથી કે આ મુદ્દે કંઈ નક્કર જવાબ મળે.. જો કે બહુ રાહ જોવડાવ્યા વિના પ્રધાનમંત્રીએ ચીનને કડક ભાષામાં જવાબ તો આપી દીધો છે. હવે 19 જૂને સર્વદળીય બેઠક યોજાશે તેમા સરકારનું વલણ શું રહે છે તેના પર સૌની નજર રહેવાની છે. પરંતુ એ હકીકત સ્વીકારવી પડે કે આ વખતે ભારતની સામે પાકિસ્તાન નહીં પણ ચીન છે અને લુચ્ચાઈમાં ચીનનો જોટો જડે એમ નથી. વર્ષો પહેલાની એક વાત એ પણ યાદ કરવી પડે કે ખુદ સરદાર પટેલ ભારત માટે પાકિસ્તાન કરતા ચીનને વધુ ખતરારૂપ માનતા હતા અને તેમણે તત્કાલિન પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને આ બાબતે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી પણ આપી હતી.. જો કે હવે ભારત પણ 1962 જેવી ભૂલ કરવાના મુડમા નથી અને ચીન પણ જાણે છે કે આ 1962નું ભારત નથી.. સવાલ એ છે કે લુચ્ચુ ચીન સુધરશે કઈ રીતે.. આ જ વિષય પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ