બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / india china face off pla beefs up on lac with more missiles

સાવધાન / કાંઇક મોટું કરવાની ફિરાકમાં ચીન? LAC પર તૈનાત કરી હોવિત્ઝર તોપ અને મિસાઇલ

Kavan

Last Updated: 02:56 PM, 8 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગલવાન હિંસા બાદ તનાવને દૂર કરવા ભારત અને ચીન વચ્ચે લશ્કરી વાટાઘાટોના નવ રાઉન્ડ થયા છે, પરંતુ પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) 3488 કિલોમીટર વાસ્તવિક નિયંત્રણ લાઇન પર પોતાના હથિયારો પરત બોલાવી રહી નથી.

  • કંઇક નવા-જુની કરવાની તૈયારીમાં છે ચીન?
  • LAC પર હોવિત્ઝર તોપ અને મિસાઇલ ગોઠવી હોવાના મળ્યા પુરાવા
  • સંરક્ષણ મંત્રાલયને મળ્યા પુરાવા 

તાજેતરમાં પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, પીપલ્સ લિબરેશન આર્મી તિબેટમાં મિસાઇલ એકમો અને સ્વચાલિત હોવિટ્ઝર્સ સાથેની તૈયારીઓ કરી રહ્યું છે. 

સંરક્ષણ મંત્રાલયને મળ્યા પુરાવા 

નેશનલ સિક્યુરિટી પ્લાનરના જણાવ્યા મુજબ, પીએલ ત્રણેય ક્ષેત્રોમાં પેંગોંગ ત્સોના ફિંગર એરિયામાં નવા બાંધકામો સાથે સૈનિકો અને ભારે ઉપકરણોની તહેનાતની નવી રચના કરી રહી છે. સંરક્ષણ મંત્રાલયને પુરાવા મળ્યા છે કે પૂર્વ લદ્દાખના ચૂમારમાં એલએસીથી માત્ર 82 કિલોમીટર દૂર આવેલા શિંકેન પીએલએ કેમ્પની આસપાસ 35 ભારે લશ્કરી વાહનો અને ચાર 155 મીમી પીએલઝેડ 83 સ્વ-સંચાલિત હોવિટ્ઝર્સની નવી જમાવટ હોવાના સંકેત મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે, એલએસીથી 90 કિમી દૂર રુડોક સર્વેલન્સ સુવિધા નજીક, સૈનિકો અને ડિવિઝન ક્વાર્ટર્સ માટેના ચાર નવા મોટા શેડ, વાહનોની ભારે તૈનાતી અને નવા બાંધકામની કામગીરી ગયા મહિને જોવા મળી છે. રુડોક અને શિકનેહ બંને કબજે કરેલા અક્સાઇ ચીન ક્ષેત્રમાં છે.

ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન વધાર્યું 

આ તરફ, ચીન સાથેની ઉત્તરીય સરહદો પર ભારત તેની સર્વેલન્સ ક્ષમતા વધારશે. તે જ સમયે, તે પીએલએની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે મોટી સંખ્યામાં ડ્રોન, સેન્સર, સૈન્ય સર્વે અને ઇલેક્ટ્રોનિક લડાઇ સાધનો તૈનાત કરશે અને ઘુસણખોરી શોધવાના પગલાઓને પણ મજબૂત બનાવશે.
 
ભારતના 20 સૈનિકો થયાં શહિદ 

આપને જણાવી દઇએ કે, ગત વર્ષે 15 જૂનના રોજ પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં PLAના સૈનિકો પર છળકપટથી હુમલો કર્યો હતો. આ હુમલામાં 20 ભારતીય સૈનિકો શહિદ થયાં હતા જ્યારે ચીનના 40 જેટલા સૈનિકોના મોત થયાં હતા. જો કે, ચીને આ મામલે સત્તવાર કોઇ જાહેરાત કરી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

China ગલવાન હિંસા ચીન પીપલ્સ લિબરેશન આર્મી હોવિત્ઝર india china border conflict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ