ચીન છેલ્લા ઘણા સમયથી ઘણા બધા દેશો સાથે શીંગડા ભરવી ચુક્યો છે. અમેરિકા સાથે તેની દુશ્મની વધી રહી છે ત્યાં અમેરિકાનું ગાઢ મિત્ર બ્રિટન પણ હવે ચીનનો ખુલીને વિરોધ કરી રહ્યું છે. એવામાં ભારત સાથે વિવાદ મામલે ચીન અને બ્રિટન સામસામે આવી ગયા છે અને એકબીજા પર નિવેદનબાજી કરી રહ્યા છે.
ચીન પર આક્રમક થયું બ્રિટન
ભારત સાથે ચીની વિવાદ મામલે બ્રિટને ચિંતા વ્યક્ત કરી
ચીને બ્રિટનને કહ્યું દ્વિપક્ષીય મામલામાં ત્રીજાની જરુર નહીં
અમેરિકા બાદ બ્રિટન સાથે પણ ચીનનો તણાવ સતત વધી રહ્યો છે. ભારતમાં બ્રિટનના ઉચ્ચાયુક્તે લદાખમાં ચીની અથડામણને ચિંતાજનક કહ્યું તો ડ્રેગન ભડકી ઉઠ્યું છે. ચીની રાજદૂત સન વેઈદોંગે કહ્યું કે ચીન પર બ્રિટનનો આરોપ ખોટા આરોપોથી યુક્ત છે.
ભારતમાં ચીની રાજદૂતે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ દ્વિપક્ષીય છે અને બંને દેશ આ વિવાદનું સમાધાન લાવી શકે તેના માટે પર્યાપ્ત ક્ષમતા છે. વેઈદોંગે વધુમાં કહ્યું કે ભારત અને ચીન વચ્ચેના વિવાદમાં કોઈ ત્રીજાએ પડવાની જરૂર નથી.
બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોહ્ન્સન
નોંધનીય છે કે બ્રિટનના ઉચ્ચાયુક્ત ફિલિપ બાર્ટને કહ્યું હતું કે ભારત હોંગકોંગ અને LAC પર ચીનની કાર્યવાહી અત્યંત ચિંતાજનક છે. આ સિવાય તેમણે ચીનમાં મુસ્લિમો થતાં અત્યાચારની પણ ટીકા કરી. આટલું જ નહીં તેમણે કહ્યું કે ચીની ગતિવિધિઓથી બ્રિટન અવગત છે અને તેનો સામનો કરવા અમેરિકા સાથે મળીને કામ કરી રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ
બાર્ટનને કહ્યું હતું કે અમારી ચીન સાથે સરહદ નથી પરંતુ હોંગકોંગ પ્રત્યે અમારી જવાબદારીઓ છે. શીનજિયાંગમાં માનવાધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.આ બધા નિવેદન બાદ ચીન ભભૂકી ઉઠ્યું અને જવાબમાં અમેરિકા તરફ ઈશારો કરતા કહ્યું કે દક્ષિણ ચીન સાગરમાં બહારથી પડકારો આવી રહ્યા છે જે સમુદ્રી વિવાદને વધારો આપીને શાન્તિને ખતમ કરી રહ્યા છે. અને હોંગકોંગ મામલે કોઈ વિદેશી દખલને સાંખી લેવામાં આવશે નહીં.
નોંધનીય છે કે હોંગકોંગ અને ચીનમાં મુસ્લિમો મુદ્દે વિરોધમાં બ્રિટને 5G નેટવર્ક માટે ચીની કંપની હુવાવેને બેન કરીને ડ્રેગનને જોરદાર ઝટકો આપ્યો હતો. જે બાદથી બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચીને હુવાવે પર બેન બાદ કહ્યું હતું કે બ્રિટને પોતાની સ્વતંત્ર વિદેશનીતિ અપનાવવી જોઈએ અને અમેરિકાની ધૂન પર નાચવું ન જોઈએ.