બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / PM મોદીનો પ્રયાસ ફળ્યો ! 'યુક્રેન યુદ્ધમાં ભારત મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે', પુતિનનું એલાન
Last Updated: 02:59 PM, 5 September 2024
છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત હવે આવી શકે છે. બન્ને દેશો વચ્ચે શાંતિ મંત્રણાનો પીએમ મોદીનો પ્રયાસ ફળ્યો હોવાનું લાગી રહ્યું છે અને આ વાત હવે સામે આવી ગઈ છે.
ADVERTISEMENT
ભારત યુક્રેન યુદ્ધનો અંત લાવી શકે-પુતિનને ભરોસો
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે શાંતિ મંત્રણાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે યુક્રેન સાથે રશિયાની સંભવિત શાંતિ વાટાઘાટોમાં ચીન, ભારત અને બ્રાઝિલ મધ્યસ્થીની ભૂમિકા ભજવી શકે છે. પુતિને ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમમાં કહ્યું કે, જો કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુક્રેનના ડોનબાસ વિસ્તારને કબજે કરવાનો છે. રશિયન સૈન્ય ધીમે ધીમે કુર્સ્કથી યુક્રેનિયન સૈન્યને પાછું ખેંચી રહ્યું છે. પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પીએમ મોદી હાલમાં જ યુદ્ધગ્રસ્ત યુક્રેન અને તે પહેલા રશિયાની મુલાકાત લીધી હતી. પીએમ મોદીની આ બંને મુલાકાતો ખૂબ મહત્વની હતી અને વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની હતી.
ADVERTISEMENT
શાંતિનો માર્ગ યુદ્ધના મેદાનથી નથી આવતો-મોદીએ પુતિનને કહ્યું હતું
પીએમ મોદી જુલાઈ મહિનામાં રશિયાના પ્રવાસે ગયા હતા. તેમની આ મુલાકાત નાટો સમિટ વચ્ચે થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીના રાષ્ટ્રપતિ પુતિનને ગળે લગાવતી તસવીરોની ખૂબ ચર્ચા થઈ હતી. આ દરમિયાન મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યાદ અપાવ્યું હતું કે શાંતિનો માર્ગ યુદ્ધના મેદાનથી નથી આવતો. પીએમ મોદીની આ મુલાકાત બાદ પુતિનને ભારત પર ભરોસો પડ્યો છે.
વધુ વાંચો : 'સેક્સ ભગવાનની દેન, કોન્ડોમ ભરોસાપાત્ર નથી', સ્કૂલોમાં છોકરાઓને સેક્સ એજ્યુકેશન
પીએમ મોદીએ લીધી રશિયા યુક્રેનની મુલાકાત
પુતિને પીએમ મોદીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલથી પણ સન્માનિત કર્યા હતા. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી તેમની મુલાકાતથી નારાજ હતા અને જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.રશિયા બાદ વડાપ્રધાન મોદીએ 23 ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લીધી હતી. તે પોલેન્ડથી ટ્રેન દ્વારા કીવ પહોંચ્યાં હતા અને યુક્રેન નેશનલ મ્યુઝિયમમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળ્યાં હતા. આ બેઠકની ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા, જેમાં બંને નેતાઓ ભાવુક થતા જોવા મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે યુક્રેનને સમય બગાડ્યા વિના શાંતિની વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે ઉકેલનો માર્ગ સંવાદ, સંવાદ-કુટનીતિથી જ આવે છે. અને સમય બગાડ્યા વિના આ દિશામાં આગળ વધવું જોઈએ. ઝેલેન્સકીને આ કહેતા પહેલા વડાપ્રધાન મોદીએ પણ તેમને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં મદદની ખાતરી આપી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.