બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / india china border chinook landing at kullu

એકશન / ચીન સાથે તણાવની વચ્ચે હિમાચલના આકાશમાં કર્યુ એવું કામ કે ચીનને મળી જશે કડક સંદેશ

Divyesh

Last Updated: 01:11 PM, 16 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત-ચીન વચ્ચેના તણાવ વચ્ચે સરહદી વિસ્તારમાં ભારતે પોતાની રક્ષા ગતિવિધિઓને વધારી દીધી છે. હિમાચલ પ્રદેશના આકાશમાં એક વાર ફરી જેટ ફાઇટરના અવાજથી રાત ભર ગૂંજતું રહ્યું.  બુધવારે મોટી રાતે અને ગુરુવારે સવારે પ્રદેશમાં જેટ ફાઇટનો અવાજ સંભળાતો રહ્યો. આ પહેલા કુલ્લૂના ભૂંતર એરપોર્ટ પર અત્યાધૂનિક હેલિકોપ્ટર ચિનૂકની લેન્ડિંગ થઇ. પ્રાપ્ત મળતી વિગત અનુસાર શિંકુલા પાસ પર ટનલ નિર્માણ માટે સર્વે કરવાને લઇને ચિનૂક હેલિકોપ્ટર અહીં પહોંચ્યું છે. કુલ્લૂ પછી હેલિકોપ્ટર કેલાંગના સ્ટીંગરી હેલીપેડ પર પણ ઉતર્યું અને જાસ્કર રેંજમાં હવાઇ સર્વે કર્યો. જ્યારે રાતભર ફાઇટર જેટના અવાજોને લઇને સોશિયલ મીડિયા પર પણ ચર્ચા જોવા મળી.

અટલ ટનલ પછી હવે એક વધુ સુરંગ

હિમાચલ પ્રદેશમાં અટલ ટનલ પછી હવે લેહ અને કારગિલ માર્ગ પર એક વધુ ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શિંકુલા દર્રે પર 13 કિમી લાંબી સુરંગનું નિર્માણ શરૂ કરતા પહેલા સર્વે માટે એક ટીમ પહોંચી છે. હવે ચિનૂક હેલિકોપ્ટરની મદદથી સર્વે કરવામાં આવી રહ્યો છે.

જ્યારે કાશ્મીર તરફથી કાશ્મીર-લેહ માર્ગ પર જોજિલા પાસ પર બુધવારે ટનલ નિર્માણનું કામ શરૂ થઇ ગયું છે. શિંકુલા પાસ પર ટનલ નિર્માણના સર્વેમાં ડેનમાર્કની એરબોર્ન ઇલેકટ્રો મેગ્નેટિક ટેકનીકનો ઉફયોગ થશે. શુક્રવારનો ચિનૂક હેલિકોપ્ટર દ્વારા 16 થી 17 હજાર ફૂટની ઉંચાઇ પર જાસ્કર રેંજમાં સર્વે કરવામાં આવશે. 

અટલ ટનલની જેમ મુશ્કેલીઓ નહીં

એયરબોર્ન ઇલેક્ટ્રો મેગ્રેટિક સર્વેની મદદથી અટલ ટનલ નિર્માણ દરમિયાન સામે આવેલી મુશ્કેલીઓનો સામન નહીં કરવો પડે. જિયો ફિજિકલ સર્વે પહેલા ખબર પડી જશે કે કયા વિસ્તારમાં હાર્ડ અથવા સોફ્ટ રોક છે અને ચટ્ટાનની અંદર પાણીની હાજરી અંગે ખબર પડી શકે છે. જેથી આ ટેકનિકથી જિયો ફિઝિકલ સર્વે પછી ટનલ નિર્માણનું કામ નિર્ધારિત સમયમાં પુરુ થવાની આશા છે. 

લેહ માર્ગ પર સેનાની મૂવમેંટ

હિમાચલ પ્રદેશમાં લેહ-મનાલી હાઇવે પર સેનાની મૂવમેંટ સતત થઇ રહી છે. સેનાની ગાડીઓ અહીંથી સતત લેહ તરફ જઇ રહી છે. ગલવાનમાં ઝડપ થયા બાદ પણ હિમાચલના મનાલી લેહ માર્ગ પર સેનાની મૂવમેંટ વધી હતી અને જેટ ફાઇટર પણ સતત ઉડાન ભરી રહ્યાં હતા. ત્યારે શિમલાના અન્નાડેલ મેદાન પર પણ ચિનૂક લેન્ડિંગ થઇ હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

China Himachal Pradesh India chinook ચીન ચીનૂક ભારત india china border conflict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ