બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / India cheapest car maruti suzuki alto offers cash discount of rs 25000

ઓફર / દેશની સૌથી સસ્તી કાર પર મેળવો 40,000 રૂપિયાની છૂટ, આપે છે 30kmથી વધુ માઈલેજ

Noor

Last Updated: 10:22 AM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મારુતિ સુઝુકી અલ્ટો દેશની સૌથી સસ્તી કાર છે. ગ્રાહકોને આ કાર સસ્તામાં ખરીદવાની તક મળી રહી છે. ચાલો જાણીએ શું છે ઓફર.

  • મારુતિની કાર પર મેળવો 40000ની છૂટ 
  • અલ્ટો કારની ખરીદી પર બમ્પર ડિસ્કાઉન્ટ 
  • જોરદાર ફીચર્સ અને માઈલેજ સાથે આવે છે આ કાર

મારુતિ સુઝુકી ઓગસ્ટ મહિનામાં તેની અલગ અલગ ગાડીઓ પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. ગ્રાહકો આ કાર પર 40,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે. ચાલો જાણીએ કિંમત અને ઓફર વિશે.

Maruti Suzuki Alto પર ઓગસ્ટ 2021 ઓફર

મારુતિ સુઝુકી અલ્ટોની કિંમત 2.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને 4.70 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ, દિલ્હી) સુધી જાય છે. તે પેટ્રોલ અને CNG ઓપ્શનમાં આવે છે. કંપની ઓગસ્ટમાં આ કારના પેટ્રોલ વેરિએન્ટ પર 25,000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. જ્યારે CNG વેરિએન્ટ પર માત્ર 5000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ મળશે. ફોન પે પર 15,000 રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ છે. આ રીતે ગ્રાહક કારના પેટ્રોલ વેરિએન્ટ પર 40 હજાર રૂપિયા સુધીની બચત થઈ શકે છે.

એન્જિન અને માઇલેજ

કંપનીએ તેમાં 796cc પેટ્રોલ એન્જિન આપ્યું છે, જે 48 PS પાવર અને 69Nm ટોર્ક જનરેટ કરે છે. પેટ્રોલ વેરિએન્ટ 22 kmpl સુધી માઇલેજ આપે છે. તે ફેક્ટરી-ફીટેડ CNG ઓપ્શનમાં પણ આવે છે, જેમાં તે 41PS પાવર અને 60Nm પીક ટોર્ક આપે છે. CNGમાં આ કાર 31 કિમી પ્રતિ કિલો સુધી માઇલેજ આપે છે.

મારુતિ અલ્ટોની ખાસિયતો

મારુતિ અલ્ટોના ટોચના VXi+ વેરિઅન્ટમાં એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે. તેમાં કીલેસ એન્ટ્રી અને ફ્રન્ટ પાવર વિન્ડો પણ મળે છે. સલામતી માટે કારમાં ડ્રાઇવર સાઇડ એરબેગ, રીઅર પાર્કિંગ સેન્સર અને EBD સાથે ABS જેવી સુવિધાઓ મળે છે. તેની સીધી સ્પર્ધા રેનો ક્વિડ અને ડેટસન રેડી-ગો જેવી કાર સાથે રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cheapest car Maruti Suzuki Alto Offers Offer
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ