બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'ભારતે ભૂલ કરી નાખી..', ગરમાગરમી વચ્ચે કેનેડાના PM ટ્રુડોની બુદ્ધિ બગડી, તણાવ બમણો થયો
Last Updated: 08:52 AM, 15 October 2024
ભારતે કેનેડાના 6 રાજદ્વારીઓને દેશ છોડવા માટે કહ્યું છે અને કેનેડામાં હાજર પોતાના હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પણ પાછા બોલાવી લીધા છે. ભારતના આ કડક વલણ પર કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનું નિવેદન સામે આવ્યું છે.
ADVERTISEMENT
હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે કેનેડા સતત ભારતને જવાબદાર ઠેરવી રહ્યું છે અને તેની સામે ભારત પણ સતત કહી રહ્યું છે કે આના નક્કર પુરાવા આપો. એવામાં હવે કેનેડાના આરોપોને નકારી કાઢતા ભારતે આ કાર્યવાહી કરી છે, જેના પર કેનેડાના પીએમ ટ્રુડોએ પ્રતિક્રિયા આપ છે.
ADVERTISEMENT
કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે કેનેડા-ભારત સંબંધોમાં તણાવ પેદા કરવા માટે કેનેડાએ આ વિકલ્પ પસંદ કર્યો નથી. ભારત એક મહત્વપૂર્ણ લોકશાહી છે, એક એવો દેશ જેની સાથે ઐતિહાસિક વેપાર સંબંધો છે. ભૌગોલિક રાજનીતિની આસપાસ અસ્થિરતાનો અર્થ એ છે કે લોકશાહીઓએ એકસાથે રહેવું પડશે. અમને આ લડાઈ નથી ઇચ્છતા અને એટલા માટે અમે જે કંઈપણ જાણીએ છીએ સમયાંતરે તેની માહિતી ભારતને આપી છે.'
ADVERTISEMENT
#BREAKING: Canadian Prime Minister Justin Trudeau with two Ministers holds 45mins long press conference against #India and yet again fails to provide any evidence against Indian Govt. Trudeau silent on Canadian Khalistani terrorists and gangsters and lack of action against them. pic.twitter.com/mK3UIdSlE6
— Aditya Raj Kaul (@AdityaRajKaul) October 14, 2024
જસ્ટિન ટ્રુડોએ સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે કેનેડા કાયદાના શાસન પર આધારિત દેશ છે અને અમારા નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે. એટલા માટે અમે એ આરોપો પર વાત કરવાની શરૂ કરી અને અધિકારીઓએ તેના પુરાવા આપ્યા છે એ કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિક, હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના 6 એજન્ટો સીધા સામેલ છે.'
ADVERTISEMENT
અમે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકોની હત્યા અથવા ડરાવવામાં વિદેશી દળો દ્વારા કોઈપણ હસ્તક્ષેપ સ્વીકારીશું નહીં. તેમણે આગળ કહ્યું, "આજના ખુલાસાઓએ ઈન્ડો-કેનેડિયનો અને શીખ સમુદાયના લોકોને હચમચાવી દીધા છે, ભારત સરકારે ભૂલ કરી છે."
ADVERTISEMENT
ટ્રુડોએ આ વિશે કહ્યું 'જેમ કે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP)ના કમિશનરે અગાઉ કહ્યું હતું તેમ, તેમની પાસે સ્પષ્ટ પુરાવા છે કે ભારત સરકાર એવી પ્રવૃત્તિઓમાં સામેલ છે જે જાહેર સલામતી માટે જોખમ ઊભું કરે છે. આમાં દક્ષિણ એશિયન કેનેડિયનો સામે માહિતી એકત્ર કરવા, બળજબરીભર્યું વર્તન અને હત્યા સહિત અનેક કામોનો સમાવેશ થાય છે, જે બિલકુલ સ્વીકાર્ય નથી.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.