બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / india can be world office if china is world factory uday kotak

નિવેદન / જો ચીન દુનિયાની ફેક્ટ્રી છે તો ભારત બની શકે છે દુનિયાની ઓફિસઃ ઉદય કોટક

Bhushita

Last Updated: 12:18 PM, 25 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડાયરેક્ટર ઉદય કોટકે ટ્વિટ કરીને કહયું છે કે ચીન દુનિયાનું કારખાનું છે, ભારત દુનિયાની ઓફિસ બની શકે છે. તેઓએ કહ્યું કે ભારતમાં દરેક સેક્ટરમાં ઓછા ખર્ચે વધારે સારા પ્રોફેશનલ્સ મળી શકે છે. આ માટે ભારત દુનિયામાં ઓફિસ બનવાની ક્ષમતા ધરાવે છે.

  • કોટક મહિન્દ્રા બેંકના એમડી ઉદય કોટકનું નિવેદન
  • ભારતને દુનિયાની ઓફિસ બનાવી શકાય છે, ચીન દુનિયાની ફેક્ટ્રી ગણાય છે
  • ભારતમાં ઓછા પગારે ટેલેન્ટે઼ડ પ્રોફેશનલ્સ મળી શકે છે

કોટક મહિન્દ્રા બેંકના મેનેજિંગ ડિરેક્ટર ઉદય કોટકનું કહેવું છે કે ચીન જો દુનિયાની ફેક્ટ્રી બન્યું તો ભારતને દુનિયાની ઓફિસ બનાવી શકાય છે. તેઓએ કહ્યું કે ભારતમાં દરેક સેક્ટરમાં ઓછા ખર્ચે સારા પ્રોફેશનલ્સ મળી શકે છે. આ માટે ભારતમાં દુનિયાની ઓફિસ બનવાની ક્ષમતા છે. 

જાણો શું કહ્યું ઉદય કોટકે?

ઉદય  કોટકે રવિવારે ટ્વિટ કરીને કહ્યું કે ચીન દુનિયાનું કારખાનું છે તો ભારત દુનિયાની ઓફિસ બની શકે છે. ગૂગલ અમેરિકી એન્જિનિયર્સને ઘરે બેસીને કામ કરવા માટે 2 લાખ ડોલર શા માટે આપવા. જ્યારે તેને આ કામ માટે ભારતમાં સૌથી સસ્તામાં લોકો મળી રહે છે. આ રીતે કેસ ફાઈનાન્સ એનાલિસ્ટ,માર્કેટિંગ, આર્કિટેક્ટને માટે પણ છે. નવી દુનિયા નવા અવસર આપી રહી છે. 

કોટકે વધુમાં કહ્યું કે હું નથી માનતો કે અમારા એન્જિનિયર્સ પણ ઉતરતા છે. ભારત વિશ્વસ્તરીય સંસાધન તૈયાર કરી શકે છે. ગૂગલ, માઈક્રોસોફ્ટ અને અન્ય કંપનીઓના સીઈઓ ભારતીય છે. 

અનેક કંપનીઓ ચીન છોડવાની કરી રહી છે તૈયારીઓ

ઉલ્લેખનીય છે કે આ વાતની ચર્ચા ચાલી રહી છે કે કોરોના સંકટ પછી હવે દુનિયાભરની કંપનીઓ ચીનથી પોતાના મેન્યુફેક્ચરિંગ બેઝ હટાવીને ભારત સહિત એશિયાના અન્ય દેશોમાં શિફ્ટ કરવા ઈચ્છે છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર ભારત એક એવો લેંડપુલ તૈયાર કરવામાં લાગ્યો છે. જે લગ્ઝમબર્ગ જેવા દેશના બમણા બરાબર થશે. જેથી ચીનથી આવનારા કારખાનાને જગ્યા આપી શકાય.

પીએમ મોદીએ હાલમાં કહ્યું કે દેશમાં મેન્યુફેક્ચરિંગ અને દેશમાં બનેલી વસ્તુઓના ઉપભોગને વેગ આપીને ભારતને આત્મનિર્ભર બનાવવામાં આવશે. 

સંકળાયેલા મુદ્દાઓ

China Coronavirus India Kotak Bank Uday Kotak factory office ઓફિસ કોટક બેંક કોરોના વાયરસ ચીન ભારત coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ