2022 સુધીમાં ભારતમાં આવી જશે 5G: ટ્રાઇ સચિવ

By : admin 05:33 PM, 06 December 2018 | Updated : 05:33 PM, 06 December 2018
ન્યૂ દિલ્હીઃ દેશનાં દૂરસંચાર ક્ષેત્રમાં 2022 સુધી 5Gની શરૂઆત થઇ જશે અને આ સાથે જ આગામી 5 વર્ષમાં ડિજિટલ પ્લેટફોર્મ પર પહોંચ વધારે તેજ થઇ જશે. ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (ટ્રાઇ)નાં સચિવ એસ.કે ગુપ્તાએ ગુરૂવારનાં રોજ આ વાત કરી.

તેઓએ કહ્યું કે, કૃત્રિમ મેઘા તથા બિગ ડેટા એનાલિટિક્સનાં ઉપયોગથી ઉપભોક્તાઓનાં વ્યવહારમાં વધારે બદલાવ આવી જશે. ગુપ્તાએ કહ્યું કે, મીડિયા ઉદ્યોગમાં ભારે બદલાવ આવ્યો છે અને નવી પ્રૌદ્યોગિકીને અપનાવીને સફળતા હાંસિલ કરી શકાશે.

ભારતીય ઉદ્યોગ પરિસંઘનાં કાર્યક્રમને સંબોધિત કરતા ગુપ્તાએ કહ્યું કે, દૂરસંચાર ક્ષેત્ર 2022 સુધી 5Gમાં પહોંચી જશે. આગામી પાંચ વર્ષમાં ડિજિટલ પ્લેટફોર્મ સુધી પહોંચ વધારે તેજીથી થઇ જશે. તેઓએ કહ્યું કે, આજે ભારતમાં 40 કરોડ લોકોની સારી એવી ગુણવત્તાની ઇન્ટરનેટ સુધી પહોંચ છે.

એવામાં ડિજિટલ પ્લેટફોર્મને આધારે મીડિયા સામગ્રીનાં ઉપયોગની સંભાવના ખૂબ વધારે છે. આ સાથે જ તેઓએ કહ્યું કે, સ્માર્ટફોનની સંખ્યા વધવાથી મીડિયા સામગ્રીનાં વિકાસની પ્રકૃતિમાં બદલાવ આવશે. ટ્રાઇનાં સચિવે મીડિયા ઉદ્યોગને કહ્યું કે, તે ઉપભોક્તાઓની આશાઓને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે અને તેઓની માંગ પર ધ્યાન આપતા આવી સામગ્રીનો વિકાસ કરે કે જેનાંથી મીડિયા સામગ્રીનો ઉપયોગ વધી શકે.

 
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story