સુરક્ષા / અમેરિકાની આ ખાસ મિસાઇલ રક્ષા પ્રણાલી બનશે દિલ્હીની ઢાલ, નહીં થાય 9/11 જેવાં એટેક

India to buy missile system from US, build multi-layered shield over Delhi

સંરક્ષણ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાએ તેના વિદેશી સૈન્ય વેચાણ કાર્યક્રમ કે જેનો ખર્ચ રૂ૬.૦૦૦ કરોડ (અંદાજે એક બિલિયન ડોલર)થી પણ વધુનો છે, તેના હેઠળ ભારતને NASAMS-IIનાં વેચાણ માટે સ્વીકૃતિના પત્રનો ફાઈનલ ડ્રાફ્ટ બનાવી લીધો છે. આ ડ્રાફ્ટ જુલાઈ-ઓગસ્ટ સુધીમાં ભારતને મોકલી આપે તેવી શક્યતા છે. સૂત્રોના કહેવા પ્રમાણે, દિલ્હીની આસપાસ મિસાઈલ બેટરીની તહેનાતી માટે સાઈટની પસંદગીના મુદ્દે અનેક વખત ચર્ચાઓ થઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ