બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 06:38 PM, 20 June 2022
ADVERTISEMENT
શ્રેણીની પહેલી બે મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો. પરંતુ ત્યારબાદ ટીમે શાનદાર વાપસી કરીને સતત બે મેચ જીતી. ભારત અને દક્ષિણ આફ્રિકા સીરીઝને પણ આ વર્ષે યોજાનારી ટી-20 વર્લ્ડ કપની તૈયારી કહેવામાં આવે છે.
ADVERTISEMENT
કાર્તિક-હાર્દિકની શાનદાર વાપસી
દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યાના આવવાથી ભારતીય ટીમને મિડલ ઓર્ડર ઘણો મજબૂત થયો છે. આ સીરીઝમાં દિનેશ કાર્તિક 2019 બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યાં હતા. તેઓ ગયા વર્ષે ઓક્ટોબરમાં યોજાયેલા ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમથી બહાર થયેલા હાર્દિક પંડ્યાને પણ આ શ્રેણીમાં તક મળી હતી. કાર્તિક અને પંડ્યાનુ આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન રહ્યું હતુ.
હર્ષલ પટેલ અને અવેશ ખાનની શાનદાર બોલિંગ
સીરીઝ શરૂ થતા પહેલા ચર્ચા હતી કે દક્ષિણ આફ્રિકાની સામે ઉમરાન મલિકને તક મળશે. પરંતુ આમ થયુ નહીં. જેનુ સૌથી મોટુ કારણ હર્ષલ પટેલની શાનદાર બોલિંગ હતી. ભારતીય ટીમ માટે હર્ષલે આ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લીધી છે. હર્ષલે પોતાના નામે 7 વિકેટ લીધી. તો તેની સરેરાશ માત્ર 12.57ની હતી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર બાદ હર્ષલે ભારતીય ટીમના પેસ અટેકને નવી જાન આપી છે. બેટરો માટે પોતાના ધીમા બોલને રમવુ મુશ્કેલ થઇ રહ્યું છે. જેનો ફાયદો ભારતીય ટીમને આ વર્ષે યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાં પણ મળશે.
ઈશાનની બેટિંગ ઈનિંગ સારી રહીં
દક્ષિણ આફ્રિકા સામે સીરીઝમાં ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડે રોહિત શર્મા અને કેએલ રાહુલની ગેરહાજરીમાં ટીમને સારી શરૂઆત અપાવી. ઈશાન કિશાન આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડી બન્યાં. તેમણે 41.20ની સરેરાશથી 206 રન બનાવ્યાં. તો તેનો સ્ટ્રાઈક રેટ 150.36નો રહ્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT