બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 07:00 PM, 20 August 2022
ADVERTISEMENT
ભારતે ઝિમ્બાબ્વેને તેની ધરતી પર હરાવીને વનડે સિરિઝ જીતી લીધી છે. પહેલી વનડે જીતી લીધા બાદ ભારતે હવે બીજી વનડેમાં પણ 5 વિકેટથી ઝિમ્બાબ્વેને હાર આપીને શ્રેણી કબજે કરી લીધી છે. પહેલા બેટિંગ કરીને ઝિમ્બાબ્વેએ 161નો સ્કોર બનાવ્યો હતો. ભારતે 5 વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પૂરો કરી લીધો હતો અને બીજી વનડેમાં જીત મેળવી લીધી હતી. 5 વિકેટથી આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ બનાવી લીધી છે.
India beat Zimbabwe by five wickets in second ODI, take unassailable 2-0 lead in three-match series
— Press Trust of India (@PTI_News) August 20, 2022
ADVERTISEMENT
સંજુ સેમસન અને શાર્દુલ ઠાકુરે બીજી વનડેના હીરો
બીજી વનડેમાં વિકેટ કિપર અને બેટ્સમેન સંજુ સેમસન અને બોલર શાર્દુલ ઠાકુરે ધમાલ મચાવી હતી. સેમસને સૌથી વધારે 43 રન બનાવ્યાં હતા તો શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. શિખર ધવન અને શુભમન ગિલ 33-33 રન કર્યાં હતા. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પોતાની પ્રથમ ચાર વિકેટ માત્ર 97 રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. બંને ખેલાડીઓ વચ્ચે 56 રનની ભાગીદારી થઈ હતી, દીપક આઉટ થયો હતો પરંતુ સંજુ સેમસન અંત સુધી ટકી રહ્યો હતો.આ વખતે કેપ્ટન કેએલ રાહુલ શિખર ધવન સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે માત્ર એક જ રન બનાવી શક્યો હતો. શિખર ધવન આ વખતે 33 રન જ બનાવી શક્યો હતો, જ્યારે શુભમન ગિલ પણ 33 રન બનાવી આઉટ થયો હતો. ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન ઈશાન કિશન 6 રન બનાવી આઉટ થયો હતો.
India seal a convincing win in Harare to go 2-0 up in the series 🎉
— ICC (@ICC) August 20, 2022
Watch #ZIMvIND LIVE on https://t.co/CPDKNxoJ9v with an ODI Series Pass (in select regions) 📺 | Scorecard: https://t.co/bIA0RD27gl pic.twitter.com/lZebyGoSkA
સિરિઝ કબજે કરી ભારતે
3 વનડે મેચમાંથી 2માં ભારતનો વિજય થયો હોવાથી તેણે સિરિઝ કબજે કરી છે. ચાલુ વર્ષમાં ભારતે સતત ચોથી વનડે સિરિઝ જીતી છે જેમાં 2 વાર વેસ્ટ ઈન્ડીઝને અને 1 વાર ઈંગ્લેન્ડ અને 1 વાર ઝિમ્બાબ્વેને પરાજય આપ્યો હતો.
ઝિમ્બાબ્વે સામે ભારતની 14મી જીત
છેલ્લી વાર 2010માં ઝિમ્બાબ્વેએ ભારતને હરાવ્યું હતું ત્યાર પછી બન્ને ટીમ વચ્ચે 14 મેચ રમાઈ હતી જેમાંથી ભારત એક પણ મેચમાં હાર્યું નથી. 1997થી ભારત એક પણ સિરિઝ હાર્યું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.