india as railways operationalises its most powerful 12000 hp indigenous locomotive
આત્મનિર્ભર ભારત /
ભારતીય રેલવેએ જે કામ કરી બતાવ્યું તે જાણીને ખરેખર થશે ગર્વ
Team VTV09:22 PM, 20 May 20
| Updated: 10:43 PM, 20 May 20
ભારતીય રેલ મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સેવીને બેઠું છે. ત્યારે બિહારના મધેપુરા રેલ ફેક્ટરીમાં દેશનું સૌથી શક્તિશાળી એસી ઇલેક્ટ્રિક એન્જીન બનાવવામાં આવ્યું છે. ટ્રાયલ દરમિયાન આ એન્જીનની ઝલક જોવા મળી હતી. શક્તિશાળી એન્જીનની સાથે-સાથે તે હાઇસ્પીડ પણ છે.
દેશ માટે વધુ એક ગૌરવની ઘટના
સૌથી શક્તિશાળી સ્વદેશી રેલ એન્જીની સફળ ટ્રાયલ
નોંધનીય છે કે, મધેપુરા રેલ એન્જિન ફેક્ટરીમાંથી તૈયાર કરાયેલ આ ઉચ્ચ ટેક્નોલોજી એન્જિનને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશનમાં ટ્રાયલ માટે લાવવામાં આવ્યું હતું, અહીંથી આ એન્જિન સાથે 118 માલગાડીના કોચ જોડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ટ્રાયલ શરૂ થઈ હતી. 12 હજાર ઇલેક્ટ્રિક એન્જીનના ડબ્બા સાથે આ ટ્રાયલ સફળતા પૂર્વક પૂર્ણ થઇ.
દેશના સૌથી શક્તિશાળી એન્જીનની યોજાઇ ટ્રાયલ
ટ્રાયલ દરમિયાન, આ એન્જિન પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શનથી ઝારખંડના બરવાડીહ સુધી 276 કિલોમીટરનું અંતર કાપ્યું તું હતું. તેને ભારતનું સૌથી શક્તિશાળી ઇલેક્ટ્રિક એન્જિન કહેવામાં આવી રહ્યું છે, તેની ટ્રાયલ સોમવારે થઈ હતી.
રેલવેએ કહ્યું દેશ માટે ગૌરવની ક્ષણ
ભારતીય રેલવે આ ઘટનાને લઇને કહ્યું હતું કે, આ ગૌરવની ક્ષણ છે. મધેપુરા ખાતે આવેલ રેલવે એન્જીન કારખાનામાં તૈયાર થયેલ હાઈ પાવર અત્યાધુનિક વિદ્યુત એન્જીનના ઓપરેશનની વિધિવત શરૂ કરવામાં આવી છે. આ એન્જીન 120 કિમી પ્રતિ કલાકની ગતિથી સફર કરી શકે છે.
19 હજાર કરોડના ખર્ચે તૈયાર થયું એન્જીન
19 હજાર કરોડના ખર્ચે દેશનું સૌથી આધુનિક રેલ એન્જીન કારખાનામાં પહેલા 5 એન્જીન ફ્રાન્સથી લાવવામાં આવ્યા હતા. જેને અહીં એસેમ્બલ કરવામાં આવ્યા. ઓક્ટોબર 2017માં ફેક્ટરી પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું, 2019 માં અહીં તૈયાર કરવામાં આવેલા પહેલા એન્જીનની સરહાનપુર ખાતે ટ્રાયલ લેવામાં આવી હતી.
સ્વદેશમાં જ બન્યું સૌથી વધુ હોર્સપાવર ધરાવતું એન્જીન
આ સફળતા સાથે, ભારત વિશ્વનો છઠ્ઠો દેશ છે જે સ્વદેશમાં જ વધુ હોર્સપાવર ધરાવતા એન્જિન બનાવતા દેશોની પ્રતિષ્ઠિત ક્લબમાં જોડાયો છે. આટલું જ નહીં, સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત મોટી-મોટી રેલ્વે લાઇનના પાટા પર ઉચ્ચ હોર્સપાવર એન્જિન ચલાવવામાં આવ્યું છે.
250 એકરમાં ફેલાયેલું છે એન્જિન
તે 'મેક ઇન ઇન્ડિયા' પ્રોગ્રામ અંતર્ગત સંપૂર્ણપણે બનાવવામાં આવ્યું છે. પ્રોજેક્ટ અંતર્ગત, બિહારના મધેપુરામાં પણ એક ટાઉનશીપની સ્થાપના કરવામાં આવી છે, જેમાં એક કારખાનું છે જે દર વર્ષે 120 એન્જિન બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ કારખાના 250 એકર વિસ્તારમાં ફેલાયેલો છે.