જો વાસ્તવમાં ભારત અરબ સાગરથી કરાચી જતા રસ્તા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દે તો શું થશે. કેટલા જહાજ કરાચી જઇ શકશે નહીં, પાકિસ્તાનને એનાથી કેટલું નુકસાન થશે. શું ભારતના આ પગેલાથી પાકિસ્તાનનું હાડકું તૂટી જશે.
60 ટકા જહાજોનો રસ્તો રોકાઇ જશે
પાકિસ્તાનની કમાણીમાં આવશે 40 ટકાનો ઘટાડો
પાકિસ્તાનના એરસ્પેસ બંધ કરવાના જવાબમાં રાજ્યસંભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ભારતને કરાચી બંદર જતા દરિયાઇ જહાજોને પણ અરબ સાગરમાંથી પસાર થવા દેવા જોઇએ નહીં, સ્વામીનું નિવેદન એ રિપોર્ટ્સ બાદ ત્યારે આવ્યું, જેમાં કહેવામાં આવ્યું હતું કે પાકિસ્તાન ભારતથી સંચાલિત થતો વાહનવ્યવહાર માટે પોતાનું એરસ્પેસ બંધ કરી રહ્યું છે. વાસ્તવમાં મંગળવારે પાકિસ્તાનના વિજ્ઞાન અને પ્રૌધોગિકી મંત્રી ફવાદ ચૌધરીએ ભારત માટે પોતાના દેશના એરસ્પેસ બંધ કરવાનો સંકેત આપતા ટ્વિટ કર્યું હતું.
ત્યારબાદ સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટ કરીને કહ્યું કે નમો સરકારને મારી સલાહ છે કે જો પાકિસ્તાન આપણા વાણિજ્યિક અને નાગરિક વિમાનો માટે પોતાનું એરસ્પેસ બંધ કરી દે છે, તો ભારતને કરાચી બંદર માટે અરબ સાગરથી જતા જહાજો માટે માર્ગ બંધ કરી દેવો જોઇએ, જેનાથી ઘણા જહાજો કરાચી જઇ શકશે નહીં, પાકિસ્તાનને એનાથી કેટલું નુકસાન થશે.
My advice to Namo Govt: If Pak closes their airspace for our commercial and civil aircraft , India should close Karachi port by blocking ships going through Arabian Sea (which needs to be renamed) to Karachi port.
60 ટકા જહાજોનો રસ્તો રોકાઇ જશે
કરાચી પોર્ટ ટ્રસ્ટ અનુસાર હાલ એમના બંદર પર વર્ષના 1600 જહાજ પહોંચે છે. જો ભારત અરબ સાગરમાં પોતાનું ક્ષેત્ર બંધ કરે છે તો કરાચી જતા આશરે 60 ટકા જહાજોનો રસ્તો બદલવો પડશે. એનાથી સૌથી વધારે નુકસાન ચીન અને પાકિસ્તાનને થશે. કારણ કે ચીનના મોટા ભાગના જહાજ બંગાળની ખાડી થઇને શ્રીલંકા તરફથી અરબસાગરના રસ્તે કરાચી બંદરે જાય છે.જો ભારત અરબ સાગરમાં પ્રતિબંધ લગાવે છે તો તમામ દક્ષિણ પૂર્વ એશિયાઇ દેશોની તરફથી આવતા જહાજો આફ્રિકાની નજીક જઇને જવું પડશે. એનાથી યાત્રાનો સમય આશરે એક દિવસ અથવા એનાથી વધારે વધી શકે છે.
બીજા બંદર પર રોકાશે
યાત્રાનો સમય અને અંતર વધવાથી જહાજોનો ઇંધણ ખર્ચ પણ વધશે. એવામાં એ જહાજ જે કરાચી રોકાઇને આગળ વધવા ઇચ્છી રહ્યા હશે, એમને કોઇ બીજા બંદર પર રોકાવું પડશે. એનાથી બીજા બંદરને આર્થિક રીતે ફાયદો થશે. બીજા દેશોના જહાજ આફ્રિકા, યમન, ઓમાનના રસ્તેથી જ પાકિસ્તાનની તરફ જઇ શકશે. અથવા એ જ દેશોના બંદરોનો ઉપયોગ કરશે.
4748 કર્મચારી અને 315 અધિકારીઓનું કામ ઓછું થઇ જશે
કરાચી બંદર પર વર્તમાનમાં 4748 કર્મચારી અને 315 અધિકારી કામ કરી રહ્યા છે. જહાજોની આવક ઓછી થવાથી ત્યાંના કર્મચારીઓ પર અસર પડશે. માલ ઓછો આવવાથી દરરોજ કામ કરતા મજૂરોનું કામ રોકાઇ જશે. સામાન ઊતરશે નહીં તો કરાચી પોર્ટ ટ્રસ્ટને ભારે નુકસાન થશે.
કરાચી બંદરગાહની કમાણીમાં આવશે 40 ટકાનો ઘટાડો
કરાચી બંદર દરિયાઇ રસ્તામાં કમાણીના મામલે પાકિસ્તાનને સૌથી વધારે રેવન્યૂ આપે છે. કરાચી પોર્ટ ટ્રસ્ટની વેબસાઇટનું માનીએ તો પાકિસ્તાન દરિયાઇ રસ્તાથી થતી તકમાણીના આશરે 61 ટકા ભાગ કરાચી બંદરથી કમાય છે. જો ભારત અરબ સાગરમાં પ્રતિબંધ લગાવે છે તો એનાથી કરાચી બંદરગાહની કમાણીમાં આશરે 40 ટકાનો ઘટાડજો આવશે. બની શકે છે એનાથી વધારે પણ આર્થિક નુકસાન થઇ શકે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત સરકારે કસ્ટમ ડ્યૂટી વધારી દીધી હતી. એનાથી આશરે 800 કન્ટેનર્સ સીમેન્ટના કરાચી બંદર પર અટકી ગયા હતા. પાકિસ્તાનના સીમેન્ટ વેપાકીઓને નુકસાન થઇ રહ્યું હતું. કરાચી બંદરગાહથી ભારત તરફ ફળ, સીમેન્ટ, રસાયણ, ફર્ટિલાઇઝર, ચામડું અથવા ચામડાનું ઉત્પાદન ભારત તરફ આવે છે.