સીજેઆઇ રંજન ગોગોઇએ પોતાના પર લાગેલા યૌન શોષણના આરોપોને નકાર્યા. સીજેઆઇ રંજન ગોગોઇએ કહ્ુયં કે ન્યાપાલિકા ખતરામાં છે.
ચીફ જસ્ટીસ રંજન ગોગોઇ પર લગાવાયેલ યૌન શોષણના આરોપ મામલે સુપ્રીમ કોર્ટમાં વિશેષ સુનાવણી થઇ હતી. જેમાં સીજેઆઇ રંજન ગોગોઇ, જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેંચે કહ્યું કે ચીફ જસ્ટિસ વિરૂદ્ધ આરોપ પર સુનાવણી થઇ રહી છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ આરોપ બાદ મોટું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે, દેશની ન્યાય પાલિકા ખતરામાં છે. ન્યાયતંત્ર સામે એક મોટું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે. આરોપ લગાવનાર મહિલા પાછળ કોઇ મોટા માથા છે. મહત્વનું છે કે, ચીફ જસ્ટીસ રંજન ગોગોઇએ દેશના લોકોને આપ્યો ભરોસો હતો. તેમણે કહ્યું કે, હું મહત્વપૂર્ણ મામલાઓની સૂનાવણી કરતો રહીશ.
ઉલ્લેખનીય છે કે, સુપ્રિમ કોર્ટની પૂર્વ કર્મચારીએ CJI પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આરોપ બાદ બાર કાઉન્સિયલ ઓફ ઇન્ડીયા પણ CJIના બચાવમાં આવ્યું છે. આરોપની નિષ્પક્ષ તપાસ કરવા CJIએ વિશેષ ખંડપીઠની રચના કરી.