બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 77 કે 78? આ વખતે કયો સ્વતંત્રતા દિવસ છે, શું તમે જાણો છો, નહીં ને! તો દૂર કરો તમારું કન્ફ્યુઝન
Last Updated: 10:52 AM, 14 August 2024
ભારત દર વર્ષે 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે અને વર્ષ 1947માં આ દિવસે જ આપણા દેશના બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓએ અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવ્યો હતો. જો કે, લોકો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે આપણી આઝાદીને કેટલા વર્ષ વીતી ગયા છે અને આ વર્ષે આપણે કયો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ.
ADVERTISEMENT
15 ઓગસ્ટ, 1947ના રોજ, લગભગ 200 વર્ષના બ્રિટિશ શાસન બાદ ભારતે આઝાદી મેળવી. દેશ આઝાદ થયા પછી પણ લોકો ક્યારેક મૂંઝવણમાં રહે છે કે દેશ આઝાદ થયાને કેટલા વર્ષો વીતી ગયા. ખાસ કરીને લોકોને એ કન્ફ્યુઝન છે કે આ વર્ષે ભારતમાં 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે કે 78મો?
ADVERTISEMENT
15 ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવીને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહર લાલ નેહરુ દ્વારા આઝાદીની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. જો આપણે સ્વતંત્રતાની વાસ્તવિક તારીખ (15 ઓગસ્ટ 1947) થી ગણતરી કરીએ, તો સ્વતંત્રતાના પ્રથમ વર્ષને પ્રથમ સ્વતંત્રતા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, ભારત આ વર્ષે આઝાદીના 77 વર્ષ પૂર્ણ કરે છે અને 78મો સ્વતંત્રતા દિવસ માનવામાં આવશે.
સ્વતંત્રતા દિવસ પર, વડા પ્રધાન લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવે છે અને આ વખતે પણ સ્વતંત્રતા દિવસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વખતે 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહેલા દેશની થીમ વિકસિત ભારત નક્કી કરવામાં આવી છે. આ થીમનો ઉદ્દેશ્ય ભારતને આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવાના 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.