બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આખરે ટીમ ઇન્ડિયાને મળી ગયો રવિન્દ્ર જાડેજાનો ઓપ્શન, બોલિંગ જોઇને જ ભલભલાનો પરસેવો છૂટી જાય
Last Updated: 08:26 AM, 11 July 2024
ICC T20 વર્લ્ડ કપ 2024 પછી ટીમ ઇન્ડિયાના ત્રણ મોટા ખેલાડીઓએ આ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની સાથે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ T20 ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતતાની સાથે જ આ દિગ્ગજોએ આ ફોર્મેટને અલવિદા કહી દીધું હતું.
ADVERTISEMENT
Washington Sundar won the Player of the match award. 👌
— Johns. (@CricCrazyJohns) July 10, 2024
- India's answer for Number 8 in T20I is doing well. pic.twitter.com/Ca5mb44eVs
હવે પ્રશ્નએ છે કે આ ત્રણ ખેલાડીઓની જગ્યા કોણ લેશે? તો વિરાટ કોહલી અને રોહિત શર્માના વિકલ્પ તરીકે, ટીમ ઈન્ડિયામાં ઘણા એવા ખેલાડીઓ તૈયાર છે જેમને તેમના સ્થાન પર અજમાવી શકાય છે, પરંતુ રવિન્દ્ર જાડેજાના સ્થાનને લઈને સિલેક્ટર્સ સહિત દરેક ચાહકોનાના મનમાં મૂંઝવણ હતી. જો કે હવે જાડેજાની જગ્યા લેવા માટે ટીમ ઇન્ડિયામાં એક ઓલરાઉન્ડર તૈયાર થઈ રહ્યો છે એવું લાગી રહ્યું છે.
ADVERTISEMENT
એ તો આપણે બધા જાણીએએ જ છીએ કે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પાંચ મેચોની T20 સીરિઝની ત્રીજી મેચ સમાપ્ત થઈ ગઈ છે. ત્રીજી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું અને 23 રને જીત મેળવી હતી. ભારતે મેચમાં બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ADVERTISEMENT
For his economical spell of 3/15 in the second innings, Washington Sundar receives the Player of the Match award 🏆👏
— BCCI (@BCCI) July 10, 2024
Scorecard ▶️ https://t.co/FiBMpdYQbc#TeamIndia | #ZIMvIND | @Sundarwashi5 pic.twitter.com/j8jBHdz66C
ખાસ કરીને વોશિંગ્ટન સુંદરે ત્રીજી મેચમાં શાનદાર બોલિંગ કરી હતી અને તેના આ શાનદાર પ્રદર્શનના આધારે આ ખેલાડી રવિન્દ્ર જાડેજાની જગ્યા લેવાનો મજબૂત દાવો કર્યો છે.
ADVERTISEMENT
આ ત્રીજી મેચમાં વોશિંગ્ટન સુંદરને બેટિંગ કરવાની તક મળી ન હતી. જોકે તેને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સુંદર સામે કોઈ બેટ્સમેન ખુલીને બેટિંગ કરી શક્યો નહોતો અને તેને તેના સ્પેલની 4 ઓવરમાં માત્ર 15 રન આપીને 3 મહત્વની વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરની બોલિંગ જોઈને ચાહકો પણ ખૂબ જ ખુશ દેખાતા હતા અને સોશિયલ મીડિયા પર ઓલરાઉન્ડરની ભરપૂર પ્રશંસા પણ કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.