WC 2019 / IND vs WI : ટીમ ઈન્ડિયાએ વિન્ડીઝને ધૂળ ચટાડી વિજયરથ સેમી ફાઈનલની નજીક પહોંચાડ્યો

IND vs WI : india won the match

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં આજે ટીમ ઇન્ડિયા અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે મેચ યોજાઇ. વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ભારતે હજુ સુધી એક પણ મેચ હારી નથી. આ વલણને તે વેસ્ટ ઇન્ડીઝ સામે પણ જાળવી રાખ્યું છે. ભારતે વેસ્ટ ઇન્ડીઝને  125 રને પરાજય આપ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝની ટીમ 143 રન બનાવી ઓલ આઉટ થઇ હતી. ભારતના ફાસ્ટ બોલર બુમરાહે 2 વિકેટ ફટાફટ લઇને વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓને પવેલિયન ભેગા કર્યા હતા તો રસપ્રદ વાત એ પણ રહી કે બુમરાહની 2 ઓવરમાં એકપણ રન વેસ્ટ ઇન્ડિઝના ખેલાડીઓ કરી શક્યા નહોતા.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ