બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારતની સુપર 8માં એન્ટ્રી: અમેરિકાને 7 વિકેટે હરાવ્યું, સૂર્યા-અર્શદીપ મેચના હીરો

IND vs USA / ભારતની સુપર 8માં એન્ટ્રી: અમેરિકાને 7 વિકેટે હરાવ્યું, સૂર્યા-અર્શદીપ મેચના હીરો

Last Updated: 11:34 PM, 12 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી-20 વર્લ્કડપમાં ભારત શાનદાર ફોર્મમાં છે. પાકિસ્તાન બાદ આજે ભારતે અમેરિકાને હરાવ્યું છે. અમેરિકાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 111 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

ટી-20 વર્લ્કડપમાં ભારત શાનદાર ફોર્મમાં છે. પાકિસ્તાન બાદ આજે ભારતે અમેરિકાને હરાવ્યું છે. અમેરિકાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 111 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી અમેરિકન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પ્રથમ ઓવર અર્શદીપ સિંહે ફેંકી હતી જેમાં અમેરિકાએ 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ટીમ સ્વસ્થ થઈ ગઈ અને 8 વિકેટે 110 રન બનાવ્યા. ટીમ તરફથી નીતિશ કુમારે સૌથી વધુ 27 રન બનાવ્યા હતા.તેના સિવાય સ્ટીવન ટેલરે 24 રન બનાવ્યા હતા. જ્યારે કોરી એન્ડરસન માત્ર 15 રન બનાવી શક્યો હતો. ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલર અર્શદીપે 9 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાને 2 સફળતા મળી છે. સ્પિનર ​​અક્ષર પટેલે એક વિકેટ લીધી હતી.

ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ભારતના ઓપનર સસ્તામાં પેવેલિયન ફર્યા હતા. વિરાટ કોહલી અને રોહિત શર્મા સસ્તામાં આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ રિષભ પંત પણ ખાસ કમાલ કરી શક્યો ન હતો. પરંતુ સુર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી.

આ મેચમાં અમેરિકન ટીમને મોટો ફટકો પડ્યો છે. નિયમિત કેપ્ટન મોનાંક પટેલ ઈજાના કારણે બહાર હતો તેની જગ્યાએ એરોન જોન્સ કેપ્ટનશીપ સંભાળી હતી. બીજી તરફ ભારતીય કેપ્ટને પોતાના પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો ન હતો.

સંકળાયેલા મુદ્દાઓ

INDvsUSA India T20WorldCup2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ