બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ચાલુ મેચમાં વોશિંગ્ટન સુંદરને મારવા દોડ્યો રોહિત શર્મા, થયું એવું કે મસ્તીભર્યો Video કરોડોએ જોયો
Last Updated: 08:56 AM, 5 August 2024
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ODI સીરિઝની બીજી મેચ કોલંબોમાં રમાઈ હતી અને આ મેચમાં શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને 32 રને હરાવ્યું હતું. હવે શ્રીલંકાની ટીમ 3 વનડે સીરિઝમાં 1-0થી આગળ છે. હવે મેચ દરમિયાનનો ભારતીય કેપ્ટન રોહિત શર્માનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત શર્મા વોશિંગ્ટન સુંદરને મારવા માટે ફની રીતે દોડતો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
Rohit Sharma is a complete entertainer in the field. 💥👌 pic.twitter.com/cqjlkFxGP3
— Johns. (@CricCrazyJohns) August 4, 2024
આ મેચમાં ભારતીય ટીમ પહેલા બોલિંગ કરી રહી હતી અને જ્યારે વોશિંગ્ટન સુંદર ટીમ ઈન્ડિયા માટે બોલિંગ કરી રહ્યો હતો ત્યારે રોહિત સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આ ઓવરમાં, સુંદર બોલિંગ રન-અપના અંતે સતત બે વાર અટકે છે, ત્યારબાદ રોહિત મુક્કો ફટકારવા માટે તેની તરફ દોડે છે. આ પછી વોશિંગ્ટન અને રોહિત બંને હસતા જોવા મળે છે. હવે રોહિત શર્માનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
આ મેચમાં વોશિંગ્ટન સુંદરે શાનદાર બોલિંગ કરી હતી. સુંદરની ચુસ્ત બોલિંગની સામે શ્રીલંકાના બેટ્સમેનોને રન બનાવવા ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યા હતા. આ મેચમાં બોલિંગ કરતી વખતે વોશિંગ્ટન સુંદરે 10 ઓવરમાં માત્ર 30 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
જો મેચની વાત કરીએ તો શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા. જે બાદ ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 241 રનનો ટાર્ગેટ હતો પરંતુ ખરાબ બેટિંગના કારણે આખી ટીમ 208 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચમાં રોહિત શર્માએ 44 બોલમાં સૌથી વધુ 64 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.