ભારત અને શ્રીલંકા વચ્ચે ધર્મશાળામાં રમાયેલી ત્રીજી ટી-20 મેચ દરમ્યાન ફિલ્ડિંગ ભરી રહેલા વેન્કટેશ ઐયરને પ્રાઈવેટ પાર્ટ પર બોલ વાગી ગયો. દુ:ખાવામાં પણ ઐયરે શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન દિનેશ ચંડીમલનો કેચ પકડ્યો હતો. ત્યારબાદ તેઓ મેદાનમાં ઢળી પડ્યા અને ગ્રાઉન્ડ પર જ બેસી ગયા. આ બધુ કેમેરામાં કેદ થયુ જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયુ છે.
ઐયરે શ્રીલંકાના વિકેટકીપર બેટ્સમેન દિનેશ ચંડીમલનો કેચ પકડ્યો હતો
ઐયરે કેચ પકડવાનો કર્યો હતો પ્રયાસ પરંતુ છટકતા પ્રાઈવેટ પાર્ટ વગર વાગ્યો
...અને વેન્કટેશના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો બોલ
શ્રીલંકાની ઈનિંગમાં 13મી ઓવરમાં હર્ષલ પટેલ બોલિંગ કરી રહ્યાં હતા. ચંડીમલે એક ધારદાર શોટ ફટકાર્યો અને બોલ સીધો પોઈન્ટ પર રહેલા વેન્કટેશની પાસે આવ્યો. તેમણે કેચ પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ છટકીને સીધો તેના પ્રાઈવેટ પાર્ટ પર વાગ્યો. ત્યારબાદ તેઓ દુ:ખાવાના કારણે બૂમો પાડવા લાગ્યા. થોડો સમય બ્રેક પડ્યા બાદ ફરી તેઓ રમત માટે તૈયાર થયા. જ્યારે ઐયરે કેચ પકડ્યો તો બોલર હર્ષલ પટેલની પ્રતિક્રિયા આકરી હતી. એવુ લાગી રહ્યું હતુ કે તેઓ પણ ઐયરનો દુ:ખાવો અનુભવી રહ્યાં છે.
વેન્કટેશ મેચમાં 5મા ક્રમાંકે બેટીંગ કરવા ઉતર્યા હતા. પરંતુ કોઈ કાઠુ કાઢી શક્યા ન હતા. તેઓ ફક્ત 4 બોલમાં 5 રન બનાવીને આઉટ થયા હતા. જો કે, વેસ્ટ ઈન્ડીઝ સામે શ્રેણી અને શ્રીલંકા સામેની આની પહેલાની બે મેચમાં આ ખેલાડીનું પ્રદર્શન સારું રહ્યું હતુ. શ્રીલંકા સામેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 6 વિકેટથી હરાવી 3 મેચોની શ્રેણી ક્લીન સ્વીપ કરી. ભારતીય ટીમની સામે 147 રનનો લક્ષ્યાંક હતો. પરંતુ ટીમે એકતરફી રમી 19 બોલ પહેલા 4 વિકેટ ગુમાવી લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો હતો. ત્રણ મેચોમાં ત્રણ ફિફ્ટી ફટકારનારા શ્રેયસ ઐયર ટોપ સ્કોરર રહ્યાં. ભારતીય ટીમની આ ફોર્મેટમાં સતત 12મી જીત છે.