બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / હાથમાં આવેલી મેચ હારી જતાં કેપ્ટન રોહિતનું દર્દ છલકાયું, જોખમ પર બેધડક બોલ્યો હિટમેન
Last Updated: 08:22 AM, 5 August 2024
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ કોલંબોમાં રમાઈ હતી અને આ મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ફરી એકવાર ભારતીય બેટ્સમેનોનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું અને કેપ્ટન રોહિત શર્મા સિવાય કોઈ બેટ્સમેન અડધી સદી પણ ફટકારી શક્યું નહતું. એવામાં હવે મેચ હાર્યા બાદ રોહિતે બેટ્સમેનોને તેમના ખરાબ બેટિંગ પ્રદર્શન માટે નિશાન બનાવ્યા હતા અને બોલરો સલાહ આપી હતી.
ADVERTISEMENT
Sri Lanka win the 2nd ODI by 32 runs.#TeamIndia will look to bounce back in the 3rd and Final #SLvIND ODI.
— BCCI (@BCCI) August 4, 2024
Scorecard ▶️ https://t.co/KTwPVvU9s9 pic.twitter.com/wx1GiTimXp
બીજી વનડેમાં હાર બાદ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું, "જ્યારે તમે મેચ હારી જાઓ છો, ત્યારે ઘણું દુઃખ થાય છે અમે આ માત્ર તે 10 ઓવરની વાત નથી, જો તમારે મેચ જીતવી છે તો સતત સારું ક્રિકેટ રમવું પડશે. અમે આજે તે કરવામાં નિષ્ફળ ગયા અને આ કારણે થોડી નિરાશ છે પરંતુ આવું થયા કરે, તમારી સામે જે છે તે તમારે બદલવું પડશે.
ADVERTISEMENT
Rohit Sharma - the greatest six hitter of world cricket. 🇮🇳 pic.twitter.com/NY8I1mJEji
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 4, 2024
રોહિતે તેની બેટિંગ વિશે આગળ વાત કરતાં કહ્યું, "મેં જે રીતે બેટિંગ કરી તેના કારણે હું 65 રન બનાવી શક્યો. જ્યારે હું આવી બેટિંગ કરું છું, ત્યારે મારે ઘણું જોખમ લેવું પડે છે. જો તમે લાઇન ક્રોસ નહીં કરો તો તમે હંમેશા નિરાશ અનુભવો છો, અમે આ પિચની પ્રકૃતિને સમજીએ છીએ, તમારે પાવરપ્લેમાં બને તેટલા વધુ રન બનાવવાનો પ્રયાસ કરવો પડશે.''
રોહિતે કહ્યું કે ભારતીય બેટ્સમેનોએ અહીંની પીચો અનુસાર પોતાને અનુકૂળ બનાવવું પડશે. તેણે કહ્યું, 'તમારે પિચો પ્રમાણે પોતાને અનુકૂળ બનવું પડશે. ડાબા અને જમણા હાથના બેટ્સમેનોના સંયોજન સાથે, અમને લાગ્યું કે સ્ટ્રાઈક રોટેટ કરવી વધુ સરળ રહેશે પરંતુ એવું ન થયું જેનો શ્રેય જ્યોફ્રીને જાય છે, તેણે છ વિકેટ ઝડપી હતી.'
બીજી મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરીને 240 રન બનાવ્યા હતા. જે બાદ ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 241 રનનો ટાર્ગેટ હતો પરંતુ ખરાબ બેટિંગના કારણે આખી ટીમ 208 રનમાં સમેટાઈ ગઈ હતી. આ મેચમાં રોહિત શર્માએ 44 બોલમાં સૌથી વધુ 64 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.