IND Vs SA 1st Test Rohit Sharma 1st Time Opening In Test
સિદ્ઘિ /
ઑપનિંગ ડેબ્યૂમાં 'હિટમેન'ની ધમાલ, દ્રવિડના રેકોર્ડની કરી બરાબરી
Team VTV01:45 PM, 02 Oct 19
| Updated: 01:54 PM, 02 Oct 19
ટીમ ઇન્ડિયાના હિટમેન રોહિત શર્મા ટેસ્ટ ફોર્મેટમાં ઑપનરની પોતાની નવી ભૂમિકામાં હિટ સાબિત થઇ ચૂક્યો છે. સાઉથ આફ્રિકા વિરુદ્ઘ પહેલી ટેસ્ટ મેચમાં રોહિતને ટીમ મેનેજમેન્ટે પહેલી વખત ટેસ્ટમાં ઑપનિંગ કરવાની તક આપી છે.
રોહિત શર્માએ તકનો ભરપૂર ફાયદો ઉઠાવતા ટેસ્ટમાં ઑપનર તરીકે પોતાનું શાનદાર ડેબ્યૂ કર્યુ. રોહિત શર્માએ ઑપનિંગ કરતા ટેસ્ટમાં પોતાની શાનદાર હાફ સેન્ચુરી પૂરી કરી.
આ સાથે જ રોહિત શર્મા ભારતીય ધરતી પર ટેસ્ટ મેચમાં સતત છઠ્ઠી વખત 50+ની ઇનિંગ (82, 51*, 102*, 65, 50*, 50 ઇનિંગ ચાલુ) રમનારા ભારતીય બેટ્સમેન બની ગયો છે. જેમણે રાહુલ દ્રવિડની બરાબરી કરી દીધી છે, જેણે 1997-1998 ના દરમિયાન ટેસ્ટમાં ભારતમાં સતત 6 વખત 50+ની ઇનિંગ રમી છે. રોહિતે 2016થી 2019 સુધી આ ઉપલબ્ધિ મેળવી છે. રોહિત શર્માએ આ ટેસ્ટમાં પહેલી મેલબર્ન ટેસ્ટમાં 63* રન કર્યા, પરંતુ ત્યારે તેઓ છઠ્ઠા નંબર પર બેટિંગ કરી રહ્યો હતો.
તમને જણાવી દઇએ કે, આ પહેલા પ્રેક્ટિસ મેચમાં રોહિત શર્મા ઑપનિંગ કરવા માટે આવ્યો હતો અને શૂન્ટ પર આઉટ થયો. પરંતુ સાઉથ આફ્રિકા વિરુદ્ઘ પહેલી ટેસ્ટ મેચમાં રોહિત શર્મા શાનદાર રીતે રમી રહ્યો છે.
રોહિત શર્માએ 29 ઑવરમાં બાઉન્ડ્રી ફટકારીને હાફ સેન્ચુરી કરી. આ તેની ટેસ્ટ કરિયરની 11મી હાફ સેન્ચુરી છે, જ્યારે ઑપનર તરીકે પહેલી છે. તમને જણાવી દઇએ કે, રોહિત ટેસ્ટ મેચમાં નંબર 6 પર બેટિંગ કરતો હતો પરંતુ ટીમ મેનેજમેન્ટ તેમણે ઑપનર તરીકે અજમાવવા ઇચ્છતુ હતુ. કે.એલ.રાહુલના ખરાબ ફોર્મને કારણે રોહિતને ટેસ્ટમાં ઑપનિંગ કરવાની તક આપી છે.
That's Lunch on Day 1 of the 1st Test. #TeamIndia 91/0 (Rohit 52*, Mayank 39*)