બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે મહાજંગ, આજે એશિયા કપમાં થશે ટક્કર

ક્રિકેટ / ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારત-પાકિસ્તાન વચ્ચે મહાજંગ, આજે એશિયા કપમાં થશે ટક્કર

Last Updated: 08:01 AM, 30 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેમ્પિયન ટ્રોફી 2025નું શેડ્યુલ હજુ પણ જાહેર થયું નથી. તે વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મહામુકાબલો રમાશે. આજે તમામ લોકોની નજર બંને ટીમો પર રહેશે.

IND vs PAK: આ વર્ષે પાકિસ્તાન ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું યજમાન છે. જોકે આ ટુર્નામેન્ટ ક્યાં યોજાશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે. હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ટૂંક સમયમાં ચેમ્પિયન્સ ટ્રોફીના ભવિષ્યને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. આ વચ્ચે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મહામુકાબલો રમાશે.

દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ રમાશે

ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને BCCI અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. જો કે, આજે (30 નવેમ્બર) ક્રિકેટના મેદાન પર ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક ટક્કર થવા જઈ રહી છે. આજે અંડર-19 એશિયા કપમાં ભારતીય ટીમની પાકિસ્તાનની ટીમ સાથે ટક્કર થશે. ભારતીય સમય અનુસાર આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં સવારે 10.30 વાગ્યાથી શરુ થશે.

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યું

આ ટુર્નામેન્ટ 50 ઓવરના ફોર્મેટમાં રમાઈ રહી છે. જેમાં ભારતને પાકિસ્તાન, જાપાન અને યજમાન UAEની સાથે ગ્રુપ Bમાં રાખવામાં આવ્યું છે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળ ગ્રુપ Aમાં છે. દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પહોંચશે. સેમિફાઇનલ મેચ 6 ડિસેમ્બરે રમાશે. ત્યારબાદ ફાઈનલ 8મી ડિસેમ્બરે યોજાશે. આ ટૂર્નામેન્ટની મેચો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ અને શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાઈ રહી છે.

વધુ વાંચો : 14 બોલમાં 74 રન.. ચોગ્ગા-છગ્ગાનો વરસાદ, ઈશાન કિશનની તોફાની બેટિંગથી 27 બોલમાં જ મેચ જીતી

તમામની નજર 13 વર્ષના વૈભવ પર રહેશે

મોહમ્મદ અમાનના નેતૃત્વમાં ભારતીય ટીમ નવમી વખત અંડર-19 એશિયા કપનો ખિતાબ જીતવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સૌથી પહેલા તેના માટે પાકિસ્તાન સામેની મેચમાં જોરદાર પ્રદર્શન કરવું જરૂરી રહેશે. પાકિસ્તાન સામેની મેચમાં તમામની નજર 13 વર્ષના વૈભવ સૂર્યવંશી પર રહેશે, જેણે IPL 2025ની મેગા ઓક્શનમાં ઈતિહાસ રચ્યો હતો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ind vs pak u19 asia cup dubai international cricket stadium
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ