બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs PAK: ભારત-પાક.ની મેચમાં પૈસા પાણીની જેમ વહ્યાં, જેને જોઇને અમેરિકા પણ ચોંકી ઉઠ્યું
Last Updated: 08:53 AM, 10 June 2024
T20 વર્લ્ડ કપ 2024ની સૌથી હાઈ-વોલ્ટેજ મેચ રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે હતી. આ મેચમાં જ્યારે ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરીને 119 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ ત્યારે બધાને લાગ્યું કે આ મેચ ભારતના હાથમાંથી નીકળી ગઈ છે. આ વાત સાચી ત્યારે લાગવા લાગી જ્યારે 3 ઓવરમાં 19 રન થયા અને ન્યૂયોર્કની પિચ પર પાકિસ્તાનની કોઈ વિકેટ પડી ન હતી. જો કે આ પછી જસપ્રીત બુમરાહે જે રીતે બોલિંગ કરી તે માટે તે પ્રશંસાને પાત્ર છે.
ADVERTISEMENT
The #INDvPAK in New York felt like a home game!
— BCCI (@BCCI) June 9, 2024
Thank you to our fans in the USA for helping us engineer this memorable win! 🙌🙌 #TeamIndia #T20WorldCup pic.twitter.com/6RjICsGebO
અંતે છેલ્લી ઓવરમાં ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને 6 રનથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રિત બુમરાહ, ઋષભ પંત અને અર્શદીપ સિંહને કારણે જ ટીમ ઈન્ડિયા મેચ જીતી શકી હતી. આ રસાકસીવાળી મેચમાં દર્શકોનું ઘણું મનોરંજન થયું હતું. સાથે જ આટલો મોટો ક્રિકેટ મેળો અમેરિકાએ આ પહેલા ક્યારેય નહીં જોયો હોય.
ADVERTISEMENT
ગઇકાલની સ્ટેડિયમનું દ્રશ્ય કઇંક આવું હતું કે ભારતીય મૂળના ચાહકોની મોટા પ્રમાણમાં ભીડ, હાથમાં ત્રિરંગા સાથે વાદળી રંગની જર્સી પહેરીને આટલા લોકો જોવા મળ્યા હતા કે અમેરિકા પણ વિચારી રહ્યું હતું કે શું થઈ રહ્યું છે? સાથે જ સુરક્ષામાં લાગેલા ન્યૂયોર્ક પોલીસ અને અન્ય સુરક્ષા દળો કહી રહ્યા હતા કે આટલી ભીડ તેમણે એક પણ મેચમાં ક્યારેય જોઈ નથી.
𝙒𝙃𝘼𝙏. 𝘼. 𝙒𝙄𝙉! 🙌 🙌
— BCCI (@BCCI) June 9, 2024
Make that 2⃣ in 2⃣! 👌 👌
Simply outstanding from #TeamIndia to seal a superb 6⃣-run win in New York! 👏 👏
Scorecard ▶️ https://t.co/M81mEjp20F#T20WorldCup | #INDvPAK pic.twitter.com/VNoS6QbAei
ન્યૂયોર્કના મેનહટનથી 54 કિલોમીટર દૂર આશરે રૂ. 250 કરોડનો ખર્ચ કરીને બનેલા આ નાસાઉ કાઉન્ટી સ્ટેડિયમમાં 34,000 દર્શકો બેસી શકે એટલી ક્ષમતા છે અને ગઇકાલે આ સ્ટેડિયમ આખું ખીચોખીચ ભર્યું હતું. સાથે જ એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે આ મેચની એક ટિકિટ 2500 ડોલરમાં વહેંચાઈ રહી હતી.
આ સિવાય એમ પણ જાણવા મળ્યું છે કે આ મેચ દરમિયાન જાહેરાત સ્લોટ 10 સેકન્ડ માટે 40 લાખ રૂપિયા ($48,000) સુધી વહેંચવામાં આવ્યો હતો. જોકે આ કોઈ નવી વાત નથી, કારણ કે ભારત-પાકિસ્તાનની રમત હંમેશા પ્રીમિયમ રહી છે. જ્યારે પણ ભારત અને પાકિસ્તાનની ટીમો ક્રિકેટના મેદાન પર આમને-સામને આવે છે ત્યારે મેચ હાઈવોલ્ટેજ બની જાય છે. દર્શકો અને કંપનીઓ માટે આ એક સુવર્ણ તક હોય છે. એટલે કે દર્શકો હોય કે કંપનીઓ દરેકે ભારત-પાકિસ્તાન મેચમાં પાણીની જેમ પૈસા વહાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.