બર્મિગહામઃ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ 9.5 ઓવરમાં વિના વિકેટે 46 રન બનાવી લીધા છે. રોહિત શર્મા (25) અને શિખર ધવન (20) રને રમતમાં છે. વરસાદને કારણે મેચને થોડી વાર માટે રોકવામાં આવી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઇ રહી છે. જેમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
બર્મિંગહામમાં ભારતનો રેકોર્ડ સારો છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાને 2005માં બર્મિંગહામ અને 2009માં સેન્ચુરિયનમાં ભારત સામે જીત મેળવી હતી. ભારત 2013માં બર્મિંગહામમાં પાકિસ્તાનને હરાવવામાં સફળ થયુ હતું.
હવે ફરી આ બન્ને ટીમ વચ્ચે બર્મિંગહામમાં જ મુકાબલો થશે. આ મેદાન પર ભારતનો રેકોર્ડ સારો રહ્યો છે ભારતે આ મેદાન પર આઠ મેચ રમી છે જેમાંથી પાંચમાં તેનો વિજય જ્યારે ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.