Asia Cup 2023 Team India : ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત આજે પાકિસ્તાન સામેની મેચથી કરવા જઈ રહી છે, આ મેચ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11ની જાહેરાત કરવામાં આવી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એશિયા કપ 2023ની શાનદાર મેચ રમાશે
પાકિસ્તાન સામેની ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11ની જાહેરાત કરવામાં આવી છે
રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો
Asia Cup 2023 Team India : એશિયા કપ 2023ની શાનદાર મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે એટલે કે શનિવાર 2જી સપ્ટેમ્બરે રમાવાની છે. રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. શ્રેયસ અય્યર, જસપ્રીત બુમરાહ ભારતીય ટીમમાં પરત ફર્યા છે. જ્યારે મોહમ્મદ શમીને તક મળી નથી.
ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023ની આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત પાકિસ્તાન સામેની મેચથી કરવા જઈ રહી છે. બંને ટીમો વચ્ચેની આ બ્લોકબસ્ટર મેચ આજે ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યાથી પલ્લેકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની જવાબદારી રોહિત શર્માના ખભા પર હશે, જ્યારે બાબર આઝમ પાકિસ્તાન ટીમની કમાન સંભાળશે.