બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs nz shubman gill became the 5th indian batsman to score a century

IND vs NZ / T20 હોય કે વનડે... દરેક ફોર્મેટમાં સદી ફટકારે છે શુભમન ગિલ, લિસ્ટમાં રૈનાથી લઈને કોહલીનું નામ

Premal

Last Updated: 01:17 PM, 2 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં શુભમન ગિલે શાનદાર સદી ફટકારી. ગિલ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારા ખેલાડી બની ગયા.

  • ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચમાં શુભમનની સદી
  • ગિલ ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી બનાવનારા ખેલાડી બન્યાં
  • ભારતને જીતાડવામાં આક્રમક બેટર શુભમન ગિલનુ મોટુ યોગદાન 

ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ભારતે 168 રનથી પ્રચંડ જીત મેળવી

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની ટી20 શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચ અમદાવાદમાં રમાઈ. આ નિર્ણાયક મેચમાં ભારતીય ટીમે 168 રનથી પ્રચંડ જીત મેળવી. આ પ્રચંડ વિજય સાથે ભારતીય ટીમે 2-1થી શ્રેણી પણ પોતાના નામે કરી. ભારતને જીતાડવામાં આક્રમક બેટર શુભમન ગિલનુ મોટુ યોગદાન રહ્યું. 

ગિલે 126 રનની આક્રમક ઈનિંગ રમી

ગિલે આ મેચમાં 63 બોલમાં કુલ 12 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 126 રનની આક્રમક ઈનિંગ રમી. આ દરમ્યાન ગિલનો સ્ટ્રાઈક રેટ 200નો રહ્યો છે. ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં આ ગિલની પહેલી સદી હતી. આ સદી સાથે એવા બેટરોની યાદીમાં સમાવેશ થયો છે, જેમણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. 

ગિલ ત્રણેય ફોર્મેટમાં સદી બનાવનારા પાંચમા બેટર બન્યાં

ગિલ ભારત માટે ટેસ્ટ, વન-ડે અને આંતરરાષ્ટ્રીય ટી20 ત્રણેય ફોર્મેટમાં સદી બનાવનારા પાંચમા બેટર બન્યાં છે. ગિલે વિરાટ કોહલી બાદ આ યાદીમાં પોતાનુ નામ નોંધાવ્યું. ભારતીય ટીમ માટે પૂર્વ બેટર સુરેશ રૈનાએ સૌથી પહેલા આ પરાક્રમ કર્યુ હતુ. રૈનાએ ભારતીય ટીમ માટે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી પહેલી સદી ફટકારી હતી. ત્યારબાદ રોહિત શર્મા, કેએલ રાહુલ, વિરાટ કોહલી અને હવે શુભમને ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે. 

ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સદી બનાવનારા બેટરોની યાદી

સુરેશ રૈના.
રોહિત શર્મા.
કેએલ રાહુલ.
વિરાટ કોહલી.
શુભમન ગિલ. 

સંકળાયેલા મુદ્દાઓ

IND vs NZ T20 Rohit Sharma Shubman Gill Virat Kohli Ind vs NZ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ