બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND Vs NZ: ટીમ ઈન્ડિયામાં મોટો ફેરફાર, મુંબઈ ટેસ્ટ પહેલા ઘાતક પ્લેયરની થઈ એન્ટ્રી
Last Updated: 04:03 PM, 29 October 2024
મુંબઈમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 1 નવેમ્બરથી શરૂ થશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાસ્ટ બોલર હર્ષિત રાણાને સ્ક્વોડમાં શામેલ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
માનવામાં આવી રહ્યું છે કે હર્ષિત રાણાને મુંબઈ ટેસ્ટમાં ડેબ્યૂ કરવામાં આવી રહ્યા છે. કારણ કે ત્રીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહને આરામ આપવાની ખબર આવી રહી છે. જોકે તેની કોઈ પુષ્ટિ નથી થઈ. હર્ષિત રાણા દિલ્હીના ફાસ્ટ બોલ છે જે સારા ફોર્મમાં ચાલી રહ્યા છે. આ ખેલાડીને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પણ ટીમમાં જગ્યા મળી છે.
હર્ષિત રાણાની ખાસિયત શું છે?
ADVERTISEMENT
હર્ષિત રાણા ફક્ત 22 વર્ષના છે અને તે આટલી નાની ઉંમરમાં ટીમ ઈન્ડિયામાં શામેલ થઈ ગયા છે. હર્ષિત રાણાની ખાસિયત એ છે કે તે ફાસ્ટબોલિંગની સાથે સાથે સારી બેટિંગ પણ કરી શકે છે.
હર્ષિત રાણાએ હાલમાં જ અસમના સામે ઈનિંગમાં પાંચ વિકેટ લેવા ઉપરાંત શાનદાર સેન્ચુરી પણ લગાવી. આ ખાસીયતના કારણે જ તેમને ઓસ્ટ્રેલિયાના સામે ટેસ્ટ સીરિઝમાં મોકો મળ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
શું હર્ષિત રાણાને મળશે મોકો?
હવે સવાલ એ ઉભો થાય છે કે શું ટીમ ઈન્ડિયા મુંબઈ ટેસ્ટમાં હર્ષિત રાણાને મોકો આપશે? એવું જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ ટેસ્ટમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવી શકે છે અને જો તે નહીં રમે તો હર્ષિત રાણા એક સારો વિકલ્પ હોઈ શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: એવી શું ઘટના ઘટી કે શમીતા શેટ્ટી Indigo એરલાઇન્સ પર ભડકી ઉઠી? જાતે વીડિયો શેર કર્યો
જોકે મોહમ્મદ સિરાજ પણ તે મેચ રમી શકે છે તેમને પુણે ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો. આમ તો જો ઓસ્ટ્રેલિયા જતા પહેલા હર્ષિત રાણાને મોકો આપવામાં આવે તો તેમના માટે એક સારો અનુભવ સાબિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.