ind vs nz 3rd t20i match playing 11 india vs new zealand players name
ક્રિકેટ /
IND vs NZ: સીરિઝ જીતવા ટીમ ઈન્ડિયાએ રણનીતિ બદલી, જુઓ પ્લેઇંગ 11માં કોને મળી જગ્યા
Team VTV07:21 PM, 01 Feb 23
| Updated: 07:34 PM, 01 Feb 23
ત્રણ મેચની સીરીઝની પહેલી મેચ ન્યુઝીલેન્ડે જીતી હતી, જ્યારે લખનઉમાં રમાયેલ બીજી મેચમાં ભારતીય ટીમે વાપસી કરીને જીત સાથે શ્રેણીમાં બરાબરી કરી હતી.
શ્રેણી જીતવા ભારતીય ટીમે રણનીતિ બદલી
બંને ટીમોએ પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 1-1 ફેરફાર કર્યો
જુઓ, પ્લેઇંગ 11માં કોને મળી જગ્યા
પૃથ્વી શૉને છેલ્લી મેચમાં પણ તક ના મળી
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ત્રણ મેચની શ્રેણીમાં ટીમ હાલ 1-1ની બરોબરી પર છે. આ મેચમાં સીરીઝના વિજેતાનો નિર્ણયનો થશે. ભારતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો છે અને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. બેટીંગ માટે મદદગાર આ પિચ પર બંને ટીમોએ પ્લેઈંગ ઈલેવનમાં માત્ર 1-1 ફેરફાર કર્યો છે, પરંતુ ટીમ ઈન્ડિયામાં જે ફેરફારની રાહ પ્રશંસકો જોઇ રહ્યાં હતા. તે ના થયો. પૃથ્વી શૉને છેલ્લી મેચમાં પણ તક ના મળી.
ભારતીય ટીમે ફાસ્ટ બોલર ઉમરાન મલિકને ઉતાર્યો
ભારતીય ટીમે આની પહેલાની મેચ જીત્યા બાદ પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક ફેરફાર કરીને ફાસ્ટ બોલર ઉમરાન મલિકને ઉતાર્યો છે. ઉમરાન માટે અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે જગ્યા ખાલી કરી છે. પહેલાની મેચમાં ટીમમાં ચહલે 2 ઓવરમાં 6 રન આપીને 1 વિકેટ લીધી હતી. પરંતુ તેમ છતા તેમણે જગ્યા ખાલી કરવી પડી છે. તો ન્યુઝીલેન્ડના મીડિયમ પેસર જેકબ ડફીને બહાર કરીને બેન લિસ્ટરને ઉતાર્યો છે. ડાબોડી મીડિયમ પેસર પોતાનુ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરી રહ્યો છે.
પૃથ્વી શોને જગ્યા ના મળી
આ મેચથી દરેક ક્રિકેટ પ્રેમીને આશા હતી કે યુવા ઓપનર પૃથ્વી શૉને તક મળશે. કારણકે આની પહેલાની બંને મેચમાં શુભમન ગિલ અને ઈશાન કિશનની જોડી એકદમ ફ્લોપ રહી છે. બંને બેટર પહેલી બંને મેચમાં બિલ્કુલ સારું રમી શક્યા નથી. એવામાં રણજી ટ્રોફીમાં થોડા દિવસ પહેલા વિસ્ફોટક ત્રેવડી સદી ફટકારનારા પૃથ્વી શોને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળે તેવી આશા હતી. પરંતુ દોઢ વર્ષ બાદ ભારતીય ટીમમાં પાછા ફરેલા પૃથ્વી શોને પોતાની બીજી ટી20 આંતરરાષ્ટ્રીય રમવા માટે હવે વધુ રાહ જોવી પડશે.