આયર્લેન્ડ સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં આ ખેલાડી 1293 દિવસ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. સૌથી વધુ મેચો મિસ કર્યા બાદ ટીમમાં વાપસી કરનાર બીજો ખેલાડી બન્યો.
1293 દિવસ બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો આ ખેલાડી
IPL 2023માં રમતને આધારે ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી કરી
70 મેચ મિસ કર્યા બાદ ટીમમાં આવતા તેના નામે અનોખો રેકોર્ડ નોંધાયો
ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની પ્રથમ મેચ ડબલિનના માલાહાઇડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 2 રને જીત મેળવી હતી. જો કે ટીમ ઈન્ડિયાના એક ખેલાડી માટે આ મેચ ખૂબ જ ખાસ હતી. આ ખેલાડીએ 1293 દિવસ બાદ ટીમ ઈન્ડિયા માટે ટી20 મેચ રમી હતી. સાથે જ આ ખેલાડીએ IPL 2023માં પોતાના પ્રદર્શનના આધારે ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસી કરી છે.
Shivam Dube returns....!!!!
He had 33.67 Average & 157.46 Strike Rate in the last 2 IPL seasons with CSK. pic.twitter.com/XMPsJv21fB
1293 દિવસ પછી પાછો ફર્યો આ ખેલાડી
આયર્લેન્ડ સામે રમાયેલી પ્રથમ T20 મેચમાં ઓલરાઉન્ડર શિવમ દુબેને પ્લેઇંગ 11માં સામેલ કરવામાં આવ્યો હતો. શિવમ દુબે 1293 દિવસ અને 70 મેચ મિસ કર્યા બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. આ પહેલા શિવમે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી T20 મેચ 2 ફેબ્રુઆરી 2020 ના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. અંહિયા એક વાત મહત્વની છે કે પાછા ફર્તની સાથે જ શિવમ દુબેએ એક અનોખો રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે.
શિવમ દુબેના નામે અનોખો રેકોર્ડ નોંધાયો
શિવમ દુબે સૌથી વધુ મેચો મિસ કર્યા બાદ ભારતીય T20 ટીમમાં વાપસી કરનાર બીજો ખેલાડી બની ગયો છે. આ પહેલા સંજુ સેમસન 73 મેચ ન રમ્યા બાદ T20 ટીમમાં પરત ફર્યો હતો. ઉમેશ યાદવ અને આર અશ્વિન 65 મેચ સાથે આ યાદીમાં ત્રીજા નંબર પર છે. સાથે જ દિનેશ કાર્તિક પણ 56 મેચ મિસ કર્યા બાદ ભારતીય T20 ટીમમાં પરત ફર્યો હતો. જો કે આ સીરીઝની પ્રથમ મેચમાં શિવમ દુબે ખાસ કંઈ કરી શક્યો ન હતો અને તેને બેટિંગ કરવાની તક પણ મળી ન હતી.
વર્ષ 2019માં કર્યું હતું ડેબ્યૂ
શિવમ દુબેએ વર્ષ 2019માં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કર્યું હતું. એ સમયે તેને ભારત માટે 14 T20 મેચમાં 105 રન અને 5 વિકેટ લીધી છે. ડાબોડી બેટ્સમેન શિવમ દુબેએ ગયા IPLની સિઝનમાં વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી 16 મેચમાં 158.33ના સ્ટ્રાઈક રેટથી 418 રન બનાવ્યા હતા. શિવમ દુબે નીચલા ક્રમમાં ફિનિશરની ભૂમિકા ભજવે છે. આ સાથે જ તેની એશિયન ગેમ્સ 2023 માટે ટીમ ઈન્ડિયામાં પણ પસંદગી થઈ છે.