બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-ઈંગ્લેન્ડની સેમીફાઈનલમાં વરસાદની સંભાવના 88 ટકા, જાણો કઈ ટીમને ફાયદો કોને નુકસાન

T20 World Cup 2024 / ભારત-ઈંગ્લેન્ડની સેમીફાઈનલમાં વરસાદની સંભાવના 88 ટકા, જાણો કઈ ટીમને ફાયદો કોને નુકસાન

Last Updated: 08:20 PM, 25 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગુરુવારે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચમાં વરસાદ પડવાની પૂરી સંભાવના રહેલી છે.

ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરી રહી છે. ભારત હાલ સેમી ફાઈનલમાં પહોંચી ગયું છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગુરુવારે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમ ખાતે T20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચમાં વરસાદ પડવાનો ભય છે. મેચ સ્થાનિક સમય અનુસાર સવારે 10:30 વાગ્યે (IST રાત્રે 8 વાગ્યે) શરૂ થવાની છે. ચાહકો આ મેચને લઈને ખુબ જ ઉત્સાહિત છે. ચાહકોના મનમાં સવાલ છે કે જો વરસાદ પડશે તો શું થશે?

1

સેમી ફાઈનલમાં ભારે વરસાદની શક્યતા

ગુયાનામાં ગુરુવારે સવારે વરસાદની 88% અને વાવાઝોડાની 18% સંભાવના છે. પ્રથમ સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિનિદાદ અને ટોબેગોમાં રમાશે. આ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે, પરંતુ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમીફાઈનલ મેચ માટે કોઈ રિઝર્વ ડે નથી. જો મેચમાં વરસાદ પડશે તો પરિણામ મેળવવાનો પ્રયાસ કરવા માટે વધારાનો 250 મિનિટનો વધારાનો સમય આપવામાં આવે છે.

afghanistan

જો મેચ રદ થાય તો શું થશે?

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો વરસાદ એક પણ બોલ ફેંક્યા વિના મેચ રદ કરે છે, તો પછી સેમિફાઇનલમાં કોણ જશે? જો આમ થશે તો સુપર-8 રાઉન્ડમાં ભારત પોતાના ગ્રુપમાં ટોપ પર રહેવાના કારણે ફાઇનલમાં પહોંચી જશે. બીજી તરફ ઈંગ્લેન્ડની ટીમ ગ્રુપ 2માં બીજા સ્થાને હતી. આવી સ્થિતિમાં તેના ચાહકોનું દિલ તૂટી જશે. ઇંગ્લિશ ટીમ ટ્રોફી જીતી શકશે નહીં. તેનું સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ જશે.

વધુ વાંચો : VIDEO : ટી 20 જીતના જશ્નમાં આખું અફઘાનિસ્તાન બહાર આવ્યું, લોકો ધાબા પર ચઢી-ચઢીને નાચ્યાં

ભારત અને દક્ષિણ આફ્રિકા નંબર-1 પર છે

સુપર-8ના ગ્રુપ 1માં ભારત પ્રથમ ક્રમે રહ્યું હતું. અફઘાનિસ્તાન બીજા, ઓસ્ટ્રેલિયા ત્રીજા અને બાંગ્લાદેશ ચોથા ક્રમે છે. બીજી તરફ સાઉથ આફ્રિકા ગ્રુપ-2માં નંબર વન પર હતું. તેણે અફઘાનિસ્તાન સાથે સ્પર્ધા કરવી પડશે. બાંગ્લાદેશને હરાવીને અફઘાન ટીમે માત્ર બાંગ્લાદેશ જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાને પણ બહાર કરી દીધું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

INDvsENG T20 Wolrd Cup 2024 semifinal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ