બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ind vs eng ms dhoni team indias dressing room meets players after 2nd t20i
Premal
Last Updated: 11:10 AM, 10 July 2022
ADVERTISEMENT
ધોની ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા
એમએસ ધોની અત્યારે ઈંગ્લેન્ડમાં છે, જ્યાં ભારતીય ટીમ યજમાન ટીમની સામે શ્રેણી રમવામાં મશગુલ છે. એવામાં ધોની ફરીથી ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા. જ્યા ક્યારેક તેમની બનાવવામાં આવેલી રણનીતિઓના આધારે ભારત મેચ જીતી લેતુ હતુ અને હારેલી બાજી પલટી નાખતુ હતુ. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 શ્રેણીની બીજી મેચ એજબેસ્ટનમાં રમવામાં આવી. આ મેચ ભારતીય ટીમ જીતી ગઇ અને આ સાથે ટીમે ટી-20 શ્રેણી પર પણ 2-0ની આગળ રહી પ્રભુત્વ જમાવ્યું.
ADVERTISEMENT
ધોનીએ ડ્રેસિંગ રૂમમાં જે કહ્યું, તે બધાએ સાંભળ્યું
એજબેસ્ટનમાં ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમમાં એમએસ ધોનીની તસ્વીરોને પોતે BCCIએ શેર કરી છે. સામે આવેલી તસ્વીરોમાં ધોની પોતાના ચિર-પરિચિત અંદાજમાં દેખાઈ રહ્યાં છે, જેને જોઇને લાગે છે કે ભલે તેઓ હવે નિવૃત્ત થયા છે, પરંતુ તેમનુ મહત્વ હજી પણ યથાવત છે. એમએસ ધોની ડ્રેસિંગ રૂમમાં પહોંચીને જે કઈ પણ કહી રહ્યાં હતા. તેને ત્યાં ઉભા રહેલા બધા ખેલાડીઓ ધ્યાનથી સાંભળી રહ્યાં હતા. ધોનીના આ શ્રોતાઓમાં વિકેટકીપર બેટર ઈશાન કિશનનો પણ સમાવેશ થાય છે. BCCIએ પોતાના કરેલા ટ્વિટનુ કેપ્શન પણ એવુ આપ્યું છે કે જ્યારે એમએસ ધોની વાત કરે છે ત્યારે હંમેશા બધા સાંભળે છે.
Always all ears when the great @msdhoni talks! 👍 👍#TeamIndia | #ENGvIND pic.twitter.com/YKQS8taVcH
— BCCI (@BCCI) July 9, 2022
રિષભ પંતે ધોની સાથેની મુલાકાતની તસ્વીરને કરી શેર
ધોનીની ભારતીય ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ સાથેની મુલાકાતની તસ્વીરોને જો BCCIએ શેર કરી છે, તો વિકેટકીપર બેટર રિષભ પંતે આ તકને ડબલ જીત તરીકે જોઇ છે. એટલેકે એક એવુ જે મેદાન પર મળ્યું અને બીજુ તે ધોની સાથે મુલાકાત તરીકે નસીબ થઇ. ઉલ્લેખનીય છે કે ઈશાન હોય કે રિષભ પંત દરેક ક્રિકેટર માટે એમએસ ધોની તેના આદર્શ છે.
Double wins. 💪
— Rishabh Pant (@RishabhPant17) July 9, 2022
Looking forward to the next one. 🇮🇳 pic.twitter.com/incK68UC36
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
India England 1st T20I news / થઈ જાવ તૈયાર! ભારત ઈંગ્લેન્ડ ટી20-વનડે મેચોની મજા અહીં માણી શકાશે, 22મીથી શરુ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.