બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG: આકાશદીપે કેન્સર સામે ઝઝૂમી રહેલી બહેનને સમર્પિત કર્યું પ્રદર્શન
Last Updated: 11:40 PM, 6 July 2025
જ્યારે આકાશદીપે બર્મિંગહામ ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહનું સ્થાન લીધું, ત્યારે બધાએ તેને જોરદાર ટ્રોલ કર્યો. બધા આ ખેલાડી પર મોટા પ્રશ્નો ઉઠાવી રહ્યા હતા. જોકે, મેચ સમાપ્ત થયા પછી વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. આકાશ આ મેચમાં ટીમ ઈન્ડિયાનો સૌથી મોટો મેચ વિનર બનીને ઉભરી આવ્યો. ટેસ્ટ ક્રિકેટમાં પહેલી 10 વિકેટ લીધા પછી, દીપ એક મોટો ખુલાસો કર્યો અને કેન્સર સામે ઝઝૂમતી તેની બહેનને પોતાનું પ્રદર્શન સમર્પિત કર્યું.
ADVERTISEMENT
ઉભરતા ઝડપી બોલર આકાશદીપે બર્મિંગહામ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 88 રન આપીને 4 વિકેટ લીધી. બીજી ઇનિંગમાં આકાશે તેનાથી પણ મોટી સિદ્ધિ મેળવી. આકાશદીપે 99 રન આપીને 6 બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા. જેના કારણે તેણે આ મેચમાં તેની કારકિર્દીની પહેલી 5 વિકેટ અને 10 વિકેટ લીધી. જીત પછી, આકાશદીપ ભાવુક થઈ ગયો. તેણે કહ્યું કે તેની બહેન છેલ્લા 2 મહિનાથી કેન્સર સામે ઝઝૂમતી હતી. હાલમાં, તેની તબિયતમાં સુધારો થયો છે. આવી સ્થિતિમાં તે પોતાનું પ્રદર્શન તેણીને સમર્પિત કરવા માંગે છે.
ADVERTISEMENT
AKASH DEEP DEDICATED THE PERFORMANCE TO HIS SISTER 🥹❤️
— Johns. (@CricCrazyJohns) July 6, 2025
- His Sister is suffering from Cancer in last 2 months, now she is doing well & stable but she has suffered a lot in last 2 months so dedicating the performance to her. pic.twitter.com/lWJv05gMCS
બર્મિંગહામ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને આકાશદીપે લોર્ડ્સ ટેસ્ટ મેચ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. અત્યાર સુધીમાં તેણે ટેસ્ટ ક્રિકેટમાં કુલ 8 મેચ રમી છે. જેમાં તેણે 28.6 ની સરેરાશથી કુલ 25 વિકેટ લીધી છે. 39 વર્ષ પછી કોઈ ભારતીય બોલરે બર્મિંગહામ ટેસ્ટ મેચમાં 10 વિકેટ લીધી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ભારતે ઈંગ્લેન્ડને 336 રનથી હરાવ્યું, 58 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાનો ભવ્ય વિજય
આ પહેલા 1986 માં ચેતન શર્માએ પણ આ સિદ્ધિ મેળવી હતી. આકાશદીપ આ શ્રેણીમાં વધુ સારું પ્રદર્શન કરવા અને ટેસ્ટ ટીમમાં પોતાનું નિયમિત સ્થાન નિશ્ચિત કરવા માંગશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.