બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: ચાલુ મેચે વિરાટ કોહલીએ હાથ મિલાવતાં વાયરલ થયો નાનો ટેણિયો, હાવભાવ જોવા જેવા
Last Updated: 09:09 PM, 9 February 2025
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર વિરાટ કોહલીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કિંગ કોહલીને કટકના બારામાટી સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી વનડે સીરિઝ દરમિયાન બાળકો સાથે હાથ મિલાવતા દેખાયો. વિરાટ કોહલી સાથે હાથ મિલાવ્યા બાદ બાળકો અતિશય ખુશ થઈ ગયા. આ વિડીયો સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી રહ્યો છે.
ADVERTISEMENT
ઈંગ્લેન્ડ ટીમને 304 રન પર કરી ઓલઆઉટ
ઈંગ્લેન્ડની ઇનિંગ દરમિયાન, બે બોલ બોય કોહલીથી હાથ મિલાવવા માટે આગળ આવ્યો, જે બાઉન્ડ્રી લાઇન પાસે ઊભા હતા. 36 વર્ષીય કોહલીએ જેવો બંને બાળકો સાથે હાથ મિલાવ્યો, યુવા છોકરાઓ પોતાની ખુશી છુપાવી ન શક્યા અને ખુશીથી ઝૂમી ઉઠ્યા. વિરાટ કોહલીની આ નાની હરકતથી તે બાળકોનો તો દિવસ જ બની ગયો. મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરવા ઉતરેલી 9 ઈંગ્લેન્ડની ટીમ 49.5 ઓવરમાં 304 રન પર ઓલઆઉટ થઈ ગઈ. મહેમાન ટીમ માટે જો રૂટ અને બેન ડકેટે અડધી સદી ફટકારીને મોટા સ્કોરનો પાયો નાખ્યો. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 10 ઓવરમાં 35 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
Virat Kohli shook hands with a ball boy at the boundary line.
— Chandan Singh Yadav (@Chandanmgs123) February 9, 2025
- A wholesome moment for him.
Virat Kohli brings Bollywood movie moments in real life
Look the child reaction what a awesome pic.twitter.com/XwvgjIXxOB
ફિલ સોલ્ટ અને બેન ડકેટની પાર્ટનરશીપ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો, જેમાં વિરાટ કોહલી બે યુવા બોલ બોય સાથે હાથ મિલાવતા દેખાઈ રહ્યો છે. મેચની વાત કરીએ તો પહેલા બેટિંગ કરવા ઉતરેલી 9 ઈંગ્લેન્ડની ટીમ 49.5 ઓવરમાં 304 રન પર ઓલઆઉટ થઈ ગઈ.
વધુ વાંચો:રોહિત શર્માએ ફ્લોપ શો પર લગાવ્યું ફૂલ સ્ટોપ, કટકમાં ઠોકી તોફાની સદી, તોડ્યો સચિન-દ્રવિડનો રેકોર્ડ
પહેલી વનડે હાર્યા બાદ, કટકમાં બીજી વનડેમાં કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા, મહેમાન ટીમે શાનદાર શરૂઆત કરી કારણ કે ફિલ સોલ્ટ અને બેન ડકેટે 10.5 ઓવરમાં 81 રનની ઓપનિંગ ભાગીદારી નોંધાવી. ડકેટ 10 ફોરની મદદથી 65 (56) રન બનાવીને આઉટ થયો. ત્યારબાદ જો રૂટે ઇનિંગની કમાન સંભાળી અને છ ફોરની મદદથી 69 (72) રન બનાવ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.