ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે શરૂ થયેલ ટેસ્ટ સીરિઝમાં ઈંગ્લેન્ડ આજે 183 રને ઓલ આઉટ થયું છે.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ ટેસ્ટ સીરિઝ
183 રને ઓલ આઉટ થઈ ઈંગ્લેન્ડની ટીમ
બૂમરાહ અને શમીએ મચાવ્યો તરખાટ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી ટેસ્ટ સીરિઝની શરૂઆત થઈ ગઈ છે. સીરિઝની પહેલી મેચમાં ઈંગ્લેન્ડ ટોસ જીત્યું અને તે બાદ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.
ઈંગ્લેન્ડ 183માં ઓલ આઉટ
ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 65.4 ઓવરમાં 183 રનમાં સમેટાઇ ગઈ છે. ટીમ ઈન્ડિયાનાં બૂમરાહે સૌથી શાનદાર પ્રદર્શન કર્યું છે. આજે બૂમરાહે ચાર જ્યારે મોહમ્મદ શમીએ ત્રણ વીકેટ ખેરવી હતી. આ સિવાય શાર્દૂલ ઠાકુરે બે જ્યારે મોહમ્મદ સિરાજે એક વિકેટ લીધી હતી.
પહેલા સેશનમાં ઈંગ્લેન્ડ ધોવાયું
પહેલા સેશનમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ટીમની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. પહેલી જ ઓવરમાં બૂમરાહે ઓપનર રોરી બ્રન્સને LBW આઉટ કરી પવેલીયન પહોંચાડી દીધો હતો. જે બાદ સીબલી અને ક્રોલીએ 42 રનની પાર્ટનરશીપ કરી. જે બાદ મોહમ્મદ સિરાજે ક્રોલીને લંચ પહેલા આઉટ કરી દીધો. પહેલા સેશનમાં ઈંગ્લેન્ડનો સ્કોર 61/2 પર રહ્યો હતો.
ભારતીય બોલર્સનો તરખાટ
બીજા સેશનમાં ભારતે શરૂઆત સારી કરી અને શમીએ ત્રીજી જ ઓવરમાં સીબલીની વીકેટ લીધી હતી. જે બાદ રૂટ અને બેરિસ્ટો વચ્ચે પાર્ટનરશીપ શરૂ થઈ. બંનેની 72 રનોની પાર્ટનરશીપને શમીએ તોડી. બીજા સેશનમાં બેરિસ્ટો 29 રને આઉટ થયો.