બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ind-vs-eng-1st-odi-virat-kohli-pips-jacques-kallis-with-61st-odi-fifty-becomes-fastest-to-10000-international-runs-at-home
Nirav
Last Updated: 06:14 PM, 23 March 2021
ADVERTISEMENT
ભારતીય સુકાની વિરાટ કોહલીએ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝની પહેલી જ મેચમાં મંગળવારે પોતાની 61મી ફિફ્ટી ફટકારી હતી, જે તેના T20ના ફોર્મમાં હોવાની સાબિતી આપે છે.
ADVERTISEMENT
વન ડેમાં પણ દાખવ્યું T20નું ફોર્મ
કોહલીએ 50 બોલમાં પોતાનું અર્ધશતક લગાવ્યું હતું, જેમાં છ બાઉન્ડ્રી ફટકારી હતી, જે આ ફોર્મેટમાં તેના બેટથી નીકળેલી 6૧ મી ફિફ્ટી અને 104મી વાર પચાસ પ્લસનો સ્કોર છે, અને આ વખતે તેણે દક્ષિણ આફ્રિકાના મહાન ક્રિકેટર જેક કાલિસ જેણે 328 મેચમાં 103 વાર ફિફ્ટી પ્લસનો સ્કોર બનાવ્યો હતોનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ ફોર્મેટમાં હવે માત્ર સચિન તેંડુલકર 145 ફિફ્ટી પ્લસ સ્કોર, કુમાર સંગાકારા 118 વાર ફિફ્ટી પ્લસ સ્કોર અને રિકી પોન્ટિંગના 112 ફિફ્ટી પ્લસ સ્કોર જ હવે કોહલીની આગળ છે, નોંધનીય છે કે આ બધાની પછી કોહલી આ લિસ્ટમાં ચોથા ક્રમે છે અને તેનાથી આગળના ત્રણેય ક્રિકેટરો નિવૃત્ત થઈ ચૂક્યા છે, જ્યારે કે કોહલી હજુ તેની કારકિર્દીમાં આગળ વધી રહ્યો છે.
આ ફિફ્ટી, કોહલીની ક્રિકેટના બધા જ ફોર્મેટમાંની ઈંગ્લેન્ડ સામે ફટકારાયેલી કુલ 27મી ફિફ્ટી છે, હવે શ્રેણીમાં પણ સચિન તેંડુલકર જ તેનાથી આગળ છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેના 12 વનડે ફિફ્ટી પ્લસ સ્કોર સાથે આ યાદીમાં અગ્રેસર રહેલ સચિન પછી કોહલી 11 ફિફ્ટી પ્લસની સાથે રાહુલ દ્રવિડની સાથે છે.
ઘરેલુ મેદાનો પર 10 હજાર રન કરવા વાળો માત્ર બીજો ભારતીય બેટ્સમેન
કોહલી મિડવીકેટ પર ફીલ્ડરના હાથે ઝલાઈ જતાં પહેલા 60 બોલમાં 56 રન બનાવી શક્યો. આ શ્રેણીની શરૂઆતમાં જ તે જે તે ખેલાડીઓ દ્વારા તેમના ઘરેલુ મેદાનોની પિચ પર 10000 રન સ્કોર કરનારા બેટ્સમેનોની વૈશ્વિક લિસ્ટમાં છઠ્ઠા ક્રમે આવી ગયો છે, નોંધનિય છે કે સચિન (14192 રન) પછી ઘરે 10000 આંતરરાષ્ટ્રીય રન બનાવનાર તે બીજો ભારતીય બેટ્સમેન બન્યો, અને પોન્ટિંગ (13117) પછી કાલિસ (12305), સંગાકારા (12043), અને મહેલા જયવર્દને (11679) પછી છઠ્ઠા ક્રમે આવી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.