બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / તો ફ્લોરિડામાં ટીમ ઇન્ડિયા કેવી રીતે રમી શકશે? રિષભ પંતે વીડિયો શેર કરીને આપી વેધર અપડેટ
Last Updated: 08:41 AM, 15 June 2024
T20 વર્લ્ડ કપ 2024ની 33મી મેચ આજે ભારત અને કેનેડા વચ્ચે રમાશે. આ મેચ અમેરિકાના ફ્લોરિડા શહેરમાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં રમાશે અને આ માટે બંને ટીમો તૈયાર છે. હવે એ વાત તો જાણીતું જ છે એક ટીમ ઈન્ડિયા સુપર 8માં પ્રવેશી ગઈ છે અને કેનેડાની ટીમ આ ટૂર્નામેન્ટમાંથી પહેલા જ બહાર થઈ ગઈ છે.
ADVERTISEMENT
THE CURRENT SITUATION OF FLORIDA GROUND...!!!
— Johns. (@CricCrazyJohns) June 14, 2024
- India vs Canada match might be in big trouble as well. [Sandipan Banerjee] pic.twitter.com/1EXCRShoiU
જો કે હવે એવું લાગી રહ્યું છે કે ભારત અને કેનેડા વચ્ચેની આ મેચ વરસાદના કારણે આ મેચ પ્રભાવિત થઈ શકે છે. વરસાદના કારણે ટીમ ઈન્ડિયાનું પ્રેક્ટિસ સેશન રદ કરવામાં આવ્યું હતું અને હવે રિષભ પંતે લોડરહિલની તાજેતરની સ્થિતિને લઈને એક વીડિયો શેર કર્યો છે. જે ચાહકો માટે નિરાશાજનક સમાચાર લઈને આવ્યો છે કે હજુ પણ ત્યાં વરસાદ ચાલુ છે.
ADVERTISEMENT
Rishabh Pant's latest Instagram story. 😄🤔 pic.twitter.com/X3mh8wEGN9
— Tanuj Singh (@ImTanujSingh) June 14, 2024
આ વીડિયો પંતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે, જેમાં દેખાઈ રહ્યું છે કે ત્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. સાથે જ પંતે વિડિયો સાથે દુખ વ્યક્ત કરતું ઈમોજી પણ શેર કર્યું છે. આજે ત્યાં મેચ રમાવવાની છે અને અત્યારની પરિસ્થતિ જોઈને એવું લાગી રહ્યું છે કે વરસાદને કારણે આ મેચ રદ થઈ શકે છે.
જાણીતું છે કે ફ્લોરિડામાં 11 જૂને તોફાન આવ્યું હતું, ત્યારથી સતત વરસાદ પડી રહ્યો છે અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારત અને કેનેડા વચ્ચે આજે રમાનારી T20 વર્લ્ડ કપની મેચ દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. વરસાદના કારણે મેચ રદ્દ થઈ શકે છે અથવા ઓવરો પણ ઓછી થઈ શકે છે. જો કે આનાથી ટીમ ઈન્ડિયાને કોઈ ફરક નહીં પડે કારણ કે તેણે સુપર-8ની ટિકિટ પહેલેથી જ બુક કરાવી લીધી છે.
સતત ત્રણ જીત સાથે, ભારત પહેલાથી જ સુપર-8 માટે ક્વોલિફાય થઈ ગયું છે. જો કેનેડા સામેની તેની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો પણ ટીમ ઈન્ડિયાના સમીકરણ પર તેની કોઈ ખાસ અસર નહીં પડે. પરંતુ જો વરસાદ નહીં પડે તો સુપર-8માં જતા પહેલા ટીમની કેટલીક ખામીઓને દૂર કરવાનું ભારતનું લક્ષ્ય રહેશે. ફ્લોરિડામાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાન ખરાબ છે. ભારે વરસાદને કારણે ત્યાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આવી સ્થિતિમાં મેચ રમવાની શક્યતા ઓછી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.