બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટના દિગ્ગજોને પછાડી યશસ્વીએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જાણીને થશે ગર્વ
Last Updated: 05:23 PM, 20 September 2024
ચેન્નાઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ મેચમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ કરી હતી. તો સાથે સાથે ભારતના યુવા ઓપરન બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પણ ચમક્યો હતો. આ મેચના પહેલા દિવસે યુવા ભારતીય બેટ્સમેન યશસ્વી જયસ્વાલે અદ્ભુત વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. યશસ્વી જયસ્વાલે પ્રથમ દિવસે શાનદાર બેટિંગ કરી હતી અને અડધી સદી ફટકારી હતી. તેની અડધી સદી ત્યારે આવી જ્યારે ભારતના ટોપ બેટ્સમેનો સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. યશસ્વી જયસ્વાલે એક છેડો પકડીને પોતાની ફિફ્ટી પૂરી કરી. જોકે, તે આ ઇનિંગને સદીમાં બદલી શક્યો ન હતો અને આઉટ થયો હતો.
ADVERTISEMENT
FIFTY!@ybj_19 with a solid half-century. His 5th in Test cricket 👏👏
— BCCI (@BCCI) September 19, 2024
Live - https://t.co/jV4wK7BgV2… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/mKIJbBKYHm
ADVERTISEMENT
રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા આવેલા યશસ્વી જયસ્વાલે 118 બોલનો સામનો કરીને 56 રનની ઇનિંગ રમી હતી. ભારતીય ટીમની સતત પડી રહેલી વિકેટો વચ્ચે યશસ્વીએ એક છેડો પકડી રાખ્યો હતો. જોકે, તેમના પછી અશ્વિન અને જાડેજાએ ભારતને 376 રનના મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું. આ અડધી સદી સાથે યશસ્વી ઘરઆંગણે પ્રથમ 10 ઇનિંગ્સમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.
યશસ્વી જયસ્વાલે તમામ દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડીને આ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો. યશસ્વી પહેલા આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે હતો. જેણે ઘરઆંગણે રમતા પ્રથમ 10 ઇનિંગ્સમાં 747 રન બનાવ્યા હતા. યશસ્વીએ પ્રથમ 10 ટેસ્ટ ઇનિંગ્સમાં 768 રન બનાવ્યા હતા. આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં યશસ્વીએ શાનદાર ફોર્મ બતાવ્યું હતું અને 700થી વધુ રન બનાવ્યા હતા. તે એકમાત્ર બેટ્સમેન હતો જેણે શ્રેણીમાં 700 કે તેથી વધુ રન બનાવ્યા હતા.
વધુ વાંચો : જસપ્રિત બુમરાહે નાંખ્યો એવો જાદુઇ બોલ કે ડાંડી ડૂલ, બાંગ્લાદેશી બેટર પણ ચકરાવે ચડ્યો, જુઓ વીડિયો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.