બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / બાંગ્લાદેશ સામેની સિરીઝ માટે આ તારીખે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જુઓ સંભવિત પ્લેયરનું લિસ્ટ
Last Updated: 12:23 AM, 5 September 2024
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટૂંક સમયમાં ટેસ્ટ શ્રેણી રમાશે. બાંગ્લાદેશનો ભારત પ્રવાસ 19 ઓગસ્ટથી શરૂ થશે, જ્યાં બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ અને 3 T20 મેચ રમાશે. મળતી માહિતી મુજબ BCCI પ્રથમ રાઉન્ડની મેચો બાદ દુલીપ ટ્રોફી 2024માં ટીમની જાહેરાત કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર દુલીપ ટ્રોફીના પહેલા રાઉન્ડની મેચો પૂરી થયા બાદ BCCI બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ ટીમની જાહેરાત કરી શકે છે.
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડની મેચો 5 થી 8 સપ્ટેમ્બર સુધી રમવાની છે. જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે તેઓ 12 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામેની શ્રેણીની તૈયારીમાં ચેન્નાઈમાં પ્રશિક્ષણ શિબિરનો ભાગ બનશે. દુલીપ ટ્રોફી વિશે વાત કરીએ તો વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને રવિચંદ્રન અશ્વિન સિવાય ટીમના અન્ય તમામ નિયમિત સભ્યો આ આગામી ટ્રોફીમાં રમતા જોવા મળશે. શુભમન ગિલ ઈન્ડિયા Aની કેપ્ટનશીપ કરશે, ઋતુરાજ ગાયકવાડ ઈન્ડિયા સીની અને શ્રેયસ અય્યર ઈન્ડિયા ડી ટીમની કેપ્ટનશીપ કરશે. જ્યારે ઈન્ડિયા Bની કમાન અભિમન્યુ ઈશ્વરને સોંપવામાં આવી છે.
ADVERTISEMENT
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે, ત્યારબાદ બે ટેસ્ટ મેચ અને પછી ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાશે. ટીમ ઈન્ડિયાને ત્યારબાદ ન્યુઝીલેન્ડના પડકારનો સામનો કરવો પડશે, જ્યાં બંને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી રમાશે. તે પછી બધાની નજર ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પર રહેશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલને ધ્યાનમાં રાખીને આ તમામ મેચો ઘણી મહત્વની બની રહેશે.
વધુ વાંચો : શ્વેતા તિવારીએ પ્લાસ્ટિક સર્જરી કરાવી? તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સરફરાઝ ખાન, દેવદત્ત પડિકલ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઋષભ પંત, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ. મુકેશ કુમાર, આકાશ દીપ/અર્શદીપ સિંહ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.