બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / બાંગ્લાદેશ ટેસ્ટમાં અશ્વિન ચાલ્યો! ઠોકી સદી, જાડેજાના જાદુએ રોહિતનું ટેન્શન કર્યું ગાયબ
Last Updated: 07:01 PM, 19 September 2024
ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો છે. બાંગ્લાદેશ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં સદી ફટકારી હતી. તેણે ચેપોકમાં સદી સાથે ભારતના સ્કોરને 300ની પાર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રસપ્રદ વાત એ છે કે ચેપોકમાં અશ્વિનના બેટમાંથી આ સતત બીજી સદી છે. બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયાની બેટિંગમાં મોટા બેટ્સમેન ફ્લોપ થતા ભારતીય ટીમની હાલત કફોડી થઈ ગઈ હતી. પરંતું 7મા નંબરે બેટિંગ કરવા આવેલા આર અશ્વિને શાનદાર સદી ફટકારી ભારતીય ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. બાંગ્લાદેશે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે આ નિર્ણય શરુઆતમાં યોગ્ય સાબિત થયો હતો કારણ કે વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલ અને પંત જેવા દિગ્ગજ ખેલાડીઓની વિકેટો બાદ બાંગ્લાદેશમાં આનંદનું વાતાવરણ હતું, પરંતુ અશ્વિન-જાડેજાની બેટિંગ બાદ બાંગ્લાદેશની હાલત કફોડી થઈ ગઈ હતી.
ADVERTISEMENT
A Heroic HUNDRED in 📸📸 @ashwinravi99, that was special 👌👌
— BCCI (@BCCI) September 19, 2024
Scorecard - https://t.co/jV4wK7BgV2#INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/J70CPRHcH5
ADVERTISEMENT
અશ્વિને તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી સદી ફટકારી છે. આ પહેલા તેણે ભારતની ધરતી પર ત્રણ સદી ફટકારી હતી. તેણે બાંગ્લાદેશ સામે 108 બોલમાં પોતાની સદી પૂરી કરી અને કારકિર્દીની સૌથી ઝડપી સદી પૂરી કરીને એક મોટો માઈલસ્ટોન હાંસલ કર્યો. ત્રીજા સેશનમાં જાડેજા અને અશ્વિનની સદીની ભાગીદારીએ બાંગ્લાદેશને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું હતું. પ્રથમ દિવસની રમતના અંત સુધી અશ્વિને 10 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 102 રન બનાવ્યા હતા.
That's Stumps on the opening Day of the Chennai Test! #TeamIndia slammed 163 runs in the final session, courtesy ton-up R Ashwin and Ravindra Jadeja 🔥 🔥
— BCCI (@BCCI) September 19, 2024
We will be back for Day 2 action tomorrow! ⌛️#INDvBAN | @IDFCFIRSTBank
Scorecard - https://t.co/jV4wK7BgV2 pic.twitter.com/LdgKN746Xe
તો બીજી તરફ અશ્વિનની સાથે ગુજ્જુ ખેલાડી જાડેજા પણ શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે સ્કોરબોર્ડ પર 339 રન બનાવી લીધા હતા. અશ્વિન અને જાડેજા વચ્ચે 195 રનની ભાગીદારી જોવા મળી હતી. બાકીના બેટ્સમેનોની વાત કરીએ તો વિરાટ, રોહિત અને ગિલ જેવા સ્ટાર્સ ડબલ ફિગર પણ પાર કરી શક્યા નથી. કેએલ રાહુલ પણ ફ્લોપ જોવા મળ્યો હતો. પંતે 39 રનની શાનદાર ઇનિંગ રમીને મિડલ ઓર્ડરમાં યોગદાન આપ્યું હતું.
A stellar TON when the going got tough!
— BCCI (@BCCI) September 19, 2024
A round of applause for Chennai's very own - @ashwinravi99 👏👏
LIVE - https://t.co/jV4wK7BgV2 #INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/j2HcyA6HAu
અશ્વિને ભારત માટે 100 ટેસ્ટ રમી છે. અશ્વિને બાંગ્લાદેશ સામેની 101મી ટેસ્ટને પોતાના માટે યાદગાર બનાવી છે. તેણે 100મી ટેસ્ટમાં પોતાના બોલથી અજાયબી કરી બતાવી. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે અશ્વિન તેની સદી બાદ બીજા દિવસે વધુ કેટલા રન બનાવે છે. બાંગ્લાદેશની ટીમ પણ અશ્વિનના બોલનો સામનો કરવા માટે પોતાનું હોમવર્ક કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.