IND vs BAN match has started, one wicket of bangladesh
T-20 વર્લ્ડ કપ /
IND vs BAN:વરસાદી વિધ્ન બાદ ફરી મેચ શરૂ, બાંગ્લાદેશને 16 ઓવરમાં બનાવવા પડશે 151 રન
Team VTV04:20 PM, 02 Nov 22
| Updated: 05:18 PM, 02 Nov 22
ટી20 વર્લ્ડકપ 2022માં બુધવારે ભારત અને બાંગ્લાદેશની ટીમ સામે-સામે આવી ગઇ છે. ટીમ ઇન્ડિયાએ મેચમાં પહેલા બેટિંગ કરીને 184 રનનો સ્કોર બનાવ્યો છે . પરંતુ મેચ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થતાં મેચ રોકી દેવામાં આવી છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ શરૂ
4 ઓવર ધટીને મેચ થઇ 16 ઓવરની
એક વિકેટના ફાયદામાં ટીમ ઇન્ડિયા
T-20 વર્લ્ડ કપ: વરસાદી વિઘ્ન બાદ મેચ ફરી શરૂ થઇ ગઇ છે. ભારત અને બાંગ્લાદેશની આ મેચમાં 4 ઓવર ઘટાડીને 16 ઓવરની મેચ કરી દેતાં લક્ષ્ય પણ ઘટી ગયો છે. આ સાથે જ બાંગ્લાદેશની એક વિકેટ પડી ગઇ છે. કેએલ રાહુલે લીટન દાસને રન આઉટ કરેલ છે.
5:08 pm
આ સાથે જ બીજી વિકેટનો ફાયદો ભારતને થયો છે. કેપ્ટન રોહિત શર્માએ બોલિંગ બદલી અને 10મી ઓવરનાં પહેલા બોલમાં મહોમ્મદ શમીએ નજમુલ હસને કેચ આઉટ કરાવ્યું છે. નજમુલે 25 બોલમાં 21 રનનો સ્કોર કર્યો છે.
વરસાદ બંધ થવું આવશ્યક
મેચની વચ્ચે અતિ ભારે વરસાદ શરૂ થવાને લીધે હાલ પીચને ઢાંકી દેવામાં આવી છે. જો આ વરસાદ બંધ ન થયો તો ડકવર્થ લુઇસ નિયમ લાગુ પડી શકે છે. નિયમાનુસાર હાલમાં ટીમ બાંગ્લાદેશ 17 રનથી આગળ ચાલી રહી છે. એટલે કે જો આગળ મેચ થશે નહીં તો ડકવર્થ લુઇસનો નિયમ લાગૂ પડશે અને ભારત મેચ હારી જશે.
લિટન દાસે મચાવી ધૂમ
બાંગ્લાદેશે ભારત વિરુદ્ધ ધમાકેદાર શરૂઆત કરી છે. પાવરપ્લે અંતગર્ત સ્કોર 50ને પાર પહોંચ્યો છે. બાંગ્લાદેશ માટે લીટન દાસે તાબડતોબ બલ્લેબાજી કરેલ છે. તેમણે 54 રનમાંથી 51 રનનો સ્કોર બનાવ્યો છે.
વિરાટ કોહલી ફરી બન્યા કિંગ
કોહલીએ મેચમાં 44 બોલમાં 64 રન બનાવ્યાં છે. જેમાં તેમણે 8 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યા હતાં. વિરાટ કોહલીએ છેલ્લી ઓવર્સમાં પોતાનો સ્ટ્રાઇક રેટ વધાર્યો. હવે વિરાટ કોહલી આ ટી20 વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવનારા બલ્લેબાજ બની ચૂક્યાં છે. આ 4 મેચમાં તેમનાં નામે 220 રન કરી લીધા છે.