બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / પહેલી ટેસ્ટમાંથી આ બે ખેલાડીના પત્તા સાફ, ગૌતમ ગંભીરે કર્યું કન્ફર્મ, છતાં પણ ચાહકો ગેલમાં
Last Updated: 06:15 PM, 18 September 2024
હાલમાં ભારતીય ટીમની કમાન ગૌતમ ગંભીરના હાથમાં સોંપવામાં આવી છે. ત્યારથી લોકો ભારતીય ટીમમાં ઘણા ફેરફાર થવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં કેટલાક ખેલાડીઓ ટીમમાં પરત ફરી રહ્યા છે જેના પગલે ચાહકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 19 સપ્ટેમ્બરથી ચેપોક, ચેન્નાઈમાં છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 શું હશે તે જાણવા માટે દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, મેચ પહેલા મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પ્લેઈંગ-11ની તસવીર ઘણી હદ સુધી સ્પષ્ટ કરી દીધી છે. મેચ પહેલા પત્રકારો સાથે વાત કરતા ગંભીરે કહ્યું કે ટીમની રણનીતિ અનુભવ અને ફોર્મ પર નિર્ભર કરે છે. તેણે એ પણ સ્પષ્ટ કર્યું કે ઋષભ પંત અને કેએલ રાહુલને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવશે, જેઓ લાંબા સમય બાદ વાપસી કરી રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
તમને જણાવી દઈએ કે વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલ અને મિડલ ઓર્ડર બેટ્સમેન સરફરાઝ ખાને આ વર્ષે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ હોમ ટેસ્ટ સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. બંને ખેલાડીઓએ ડેબ્યુ મેચમાં પોતાના પ્રદર્શનથી પસંદગીકારો અને અનુભવીઓને પ્રભાવિત કર્યા હતા. રાંચી ટેસ્ટમાં ધ્રુવ જુરેલ પણ પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ થયો હતો. જોકે, બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટે ઋષભ પંતની પ્લેઈંગ ઈલેવનમાં વાપસીના કારણે તેને બહાર બેસવું પડશે. બીજી તરફ સરફરાઝ ખાને ડેબ્યુ મેચમાં જ શાનદાર બેટિંગ કરતા બે અડધી સદી ફટકારી હતી, દુલીપ ટ્રોફીમાં તેનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું. આવી સ્થિતિમાં તેમની જગ્યાએ કેએલ રાહુલને તક આપવામાં આવશે તે ફાઈનલ છે.
ઋષભ પંત અને કેએલ રાહુલને પ્લેઇંગ-11માં સામેલ કરવાની પુષ્ટિ કરતા ગંભીરે સ્પષ્ટ કર્યું કે બે ખેલાડીઓના પત્તાં કપાશે તે ફાઈનલ છે. તેમાં સરફરાઝ ખાન અને ધ્રુવ જુરેલનો સમાવેશ થાય છે. પત્રકારો સાથે વાત કરતા ગંભીરે કહ્યું, અમે એવા ખેલાડીઓને જ પસંદ કરીએ છીએ જે પ્લેઇંગ-11માં ફિટ હોય. જુરેલ એક શાનદાર ખેલાડી છે. પરંતુ જ્યારે પંત આવે છે ત્યારે ક્યારેક લોકોને રાહ જોવી પડે છે. સરફરાઝનું પણ એવું જ છે. તેમને પણ તકો મળશે પરંતુ તમારે રાહ જોવી પડશે.
પ્રથમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનો ટોપ ઓર્ડર પણ લગભગ કન્ફર્મ થઈ ગયો છે. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગ કરતા જોવા મળશે. શુભમન ગિલ ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. 8 મહિના બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી રહેલો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ચોથા નંબર પર રમે તેવી શક્યતા છે. અનુભવી કેએલ રાહુલ નંબર-5 પર બેટિંગ કરવા ઉતરી શકે છે.
વધુ વાંચો : ICC T-20 રેન્કિંગમાં મોટો ઉલટફેર, હવે આ ખેલાડી બન્યો નંબર વન, જુઓ યાદી
ભારતીય ટીમ તેની ટેસ્ટ સીઝનની શરૂઆત બાંગ્લાદેશ સામેની શ્રેણીથી કરવા માટે તૈયાર છે, જેમાં 10 મેચોનો સમાવેશ થાય છે. તે ઓસ્ટ્રેલિયામાં યોજાનારી બહુપ્રતિક્ષિત બોર્ડર-ગાવસ્કર શ્રેણી સાથે સમાપ્ત થશે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ પહેલા બાંગ્લાદેશનો સામનો કરશે, જેણે ગયા મહિને પાકિસ્તાન સામે 2-0થી ઐતિહાસિક ક્લીન સ્વીપ કર્યું હતું. આ પછી ન્યુઝીલેન્ડે ઘરઆંગણે 3 ટેસ્ટ મેચ રમવાની છે અને ત્યારબાદ વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા સામે 5 મેચોની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ તમામ દેશો સામે ભારતનું પ્રદર્શન WTC ફાઈનલ 2025 સુધીની તેની સફર નક્કી કરશે.
ICC T-20 રેન્કિંગમાં મોટો ઉલટફેર, હવે આ ખેલાડી બન્યો નંબર વન, જુઓ યાદી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.