બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Video: 6,4,6,6…, જુઓ દિલ્હીમાં નીતિશ રેડ્ડીની તાબડતોબ બેટીંગે એક જ ઓવરમાં કેવી રીતે ફટકાર્યા 26 રન

IND vs BAN / Video: 6,4,6,6…, જુઓ દિલ્હીમાં નીતિશ રેડ્ડીની તાબડતોબ બેટીંગે એક જ ઓવરમાં કેવી રીતે ફટકાર્યા 26 રન

Last Updated: 11:29 PM, 9 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં નીતિશ રેડ્ડીએ તોફાની બેટિંગ કરી હતી. 21 વર્ષીય યુવા બેટ્સમેને બાંગ્લાદેશના બોલિંગ આક્રમણ સાથે તબાહી મચાવી છે. વિસ્ફોટક બેટિંગ કરતા રેડ્ડીએ માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. નીતિશે મહેંદી હસન મિરાજની એક ઓવરમાં 26 રન ફટકાર્યા હતા.

ભારતીય ટીમે આજે બાંગ્લાદેશ સામે તોફાની બેટિંગ કરી હતી. તેમાં પણ ખાસ કરીને નીતિશ રેડ્ડી બાંગ્લાદેશી બોલરો પર તુટી પડ્યો હતો. વિસ્ફોટક બેટિંગ કરતા રેડ્ડીએ માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. નીતિશે મહેંદી હસન મિરાજની એક 26 રન બનાવ્યા. વિસ્ફોટક ઇનિંગ્સ દરમિયાન, 21 વર્ષના યુવા બેટ્સમેને 7 આસમાની છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા.

નીતિશ રેડ્ડીએ તોફાની બેટિંગ કરી

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. માત્ર 10 રનના સ્કોર પર તસ્કીન અહેમદે સંજુ સેમસનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આ પછી અભિષેક શર્મા પણ કેટલાક જોરદાર શોટ ફટકાર્યા બાદ ક્લીન બોલ્ડ થઈને ચાલ્યો ગયો. અભિષેક 11 બોલમાં 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. બંને ઓપનિંગ બેટ્સમેન આઉટ થયા બાદ નીતિશ રેડ્ડી ક્રિઝ પર આવ્યો હતો. નીતિશે મેદાન પર પગ મૂકતાની સાથે જ ચોગ્ગા અને છગ્ગા મારવાનું શરૂ કરી દીધું હતું. નીતિશે રિશાદ હુસૈન સામે સતત બે સિક્સર ફટકારી હતી. તોફાની શૈલીમાં બેટિંગ કરતા નીતિશે માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

એક ઓવરમાં 26 રન ફટકાર્યા

નીતિશ રેડ્ડીએ ઇનિંગની 13મી ઓવરમાં મહેંદી હસન મિરાજ સામે જોરદાર રીતે હાથ ખોલ્યા. નીતિશે ઓવરનો બીજો બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની પાર મોકલ્યો. ઓવરના ત્રીજા બોલ પર પણ નીતિશ ચોગ્ગો ફટકારવામાં સફળ રહ્યો હતો. ચોથા બોલ પર 2 રન લીધા બાદ નીતિશે ફરીથી પાંચમા બોલ પર પ્રહાર કર્યો હતો. નીતિશ ઓવરના છેલ્લા બોલ પર સિક્સર ફટકારવામાં પણ સફળ રહ્યો હતો અને આ રીતે તેણે મહેંદી હસનની ઓવરમાં 26 રન બનાવ્યા હતા.

વધુ વાંચો : ICCની નવી રેન્કિંગ જાહેર, ભારતીય ખેલાડીનો દબદબો યથાવત, જુઓ લિસ્ટ

નીતિશ ચોથો સૌથી યુવા બેટ્સમેન બન્યો

નીતિશ રેડ્ડીએ 27 બોલમાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પ્રથમ અડધી સદી પૂરી કરી હતી. નીતિશ ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પોતાની પ્રથમ અડધી સદી ફટકારનાર ભારતનો ચોથો સૌથી યુવા બેટ્સમેન બન્યો. નીતિશે 21 વર્ષ અને 136 દિવસની ઉંમરમાં પ્રથમ ફિફ્ટી પૂરી કરી હતી. ટીમ ઈન્ડિયા માટે સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકારવાનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે, જેણે 2007માં 20 વર્ષ અને 143 દિવસની ઉંમરમાં ફિફ્ટી ફટકારી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NitishReddy INDvsBAN Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ