બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:23 AM, 19 September 2024
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચની સીરિઝ શરૂ થઈ ગઈ છે અને આ મેચમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈના ચેપોક મેદાન પર રમાઈ રહેલી આ પ્રથમ ટેસ્ટ મેચમાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી છે.
ADVERTISEMENT
Virat Kohli dismissed for 6 in 6 balls. pic.twitter.com/wwlwVOf09h
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 19, 2024
બાંગ્લાદેશ સામે ઘરઆંગણે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ ક્રિકેટના પહેલા દિવસે ભારતીય પ્રથમ દાવની શરૂઆત થઈ ત્યારે કેપ્ટન રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલની જોડી ઓપનિંગ કર્યું હતું પણ હિટમેન વધુ રન બનાવી શક્યા નહતા. જે બાદ શુભમન ગિલ અને વિરાટ કોહલી પણ રન નમાવવામાં નિષ્ફળ રહ્યા હતા. એક સમય એવો હતો જ્યારે ટીમે 34 રનના સ્કોર પર તેની ત્રણ મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી.
ADVERTISEMENT
Hasan Mahmud is on 🔥 against India!#WTC25 | 📝 #INDvBAN: https://t.co/7kDIQrtdkr pic.twitter.com/3YDYgjXvr0
— ICC (@ICC) September 19, 2024
રોહિત શર્મા હસન મહેમૂદના હાથે સ્લિપમાં નઝમુલ હસન શાંતોના હાથે 6 રન બનાવીને કેચ આઉટ થયો હતો. તેના પછી શુભમન ગિલ પણ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત અને ગિલને આઉટ કર્યા પછી એ જ હસન મહમૂદે વિરાટ કોહલીને પણ પેવેલિયન મોકલ્યો હતો.
પ્રથમ ટેસ્ટ મેચ માટે બંને ટીમોની પ્લેઈંગ-11
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશ: શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મોમિનુલ હક, મુશફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મહેંદી હસન મિરાજ, તસ્કીન અહેમદ, હસન મહમૂદ અને નાહીદ રાણા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.