બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ભારત-બાંગ્લાદેશ વચ્ચે આજથી ચેન્નાઈમાં ટેસ્ટ સિરીઝ, વરસાદ બનશે વિલન! જાણો કેવું રહેશે હવામાન
Last Updated: 08:23 AM, 19 September 2024
લાંબા સમય બાદ ભારતીય ક્રિકેટ ટીમ હવે આજે એટલે કે 19 સપ્ટેમ્બરથી બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ રમતી જોવા મળશે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટમાં ભારત બાંગ્લાદેશ સામે ટકરાશે.
ADVERTISEMENT
Chennai 📍
— BCCI (@BCCI) September 19, 2024
Preps ✅
The 𝗠𝗮𝘁𝗰𝗵-𝗗𝗮𝘆 is upon us 👏 👏#TeamIndia | #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/1iVjtQYtC9
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈમાં 19 થી 23 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. જોકે હવામાન વિભાગ મુજબ આ દિવસોમાં ચેન્નાઈમાં વરસાદ જોર પકડી શકે છે અને તેની અસર મેચ પર જોવા મળી શકે છે.
ADVERTISEMENT
Gearing up for the #INDvBAN Test series opener and an action-packed home season starting tomorrow 😎#TeamIndia fans, are you ready ❓@IDFCFIRSTBank pic.twitter.com/siCh0SwYgm
— BCCI (@BCCI) September 18, 2024
વરસાદની અસર આજે એટલે કે 19 સપ્ટેમ્બરની મેચમાં જોવા મળી શકે છે. સવારે 25 ટકા વરસાદની આગાહી છે, જ્યારે બપોરે તે વધીને 46 ટકા થશે. જોકે, પ્રથમ દિવસની રમત ધોવાઈ જશે. આની સંભાવના ઘણી ઓછી છે. પરંતુ હા, વરસાદને કારણે મેચ અમુક સમય માટે રોકી શકાય છે.
સાથે જ બીજા દિવસે પણ વરસાદની સંભાવના છે. જો કે બીજા દિવસે વરસાદની સંભાવના 41 ટકા રહી શકે છે અને ટેસ્ટના ત્રીજા એમજ ચોથા દિવસે વરસાદ મેચને બગાડી શકે છે. જાણીતું છે કે IND vs BAN પ્રથમ ટેસ્ટ ભારતીય સમયાનુસાર રાત્રે 9.30 વાગ્યે શરૂ થશે, જ્યારે બંને કેપ્ટન અડધો કલાક વહેલા સવારે 9 વાગ્યે ટોસ માટે મેદાનમાં ઉતરશે.
મહત્વનું છે કે, બાંગ્લાદેશ આજ સુધી ટેસ્ટ ક્રિકેટમાં ભારતને હરાવી શક્યું નથી. બંને વચ્ચે અત્યાર સુધી કુલ 13 ટેસ્ટ રમાઈ છે જેમાં ટીમ ઈન્ડિયાએ 11 વખત તિરંગો લહેરાવ્યો છે જ્યારે બે મેચ ડ્રો રહી છે. આ સીરિઝ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ભાગ હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.