Ind vs aus: Virat Kohli dance on Oscar winning song Naatu Naatu
ક્રિકેટ /
VIDEO: કોહલી પર પણ ચાલ્યો 'નાટુ-નાટુ'નો જાદૂ, ચાલુ મેચમાં લગાવ્યા ઠુમકા, જુઓ વીડિયો
Team VTV11:02 AM, 18 Mar 23
| Updated: 11:10 AM, 18 Mar 23
વિરાટ કોહલી મેદાન પર ડાન્સ કરવાનો કોઈ મોકો છોડતો નથી એવામાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ દરમિયાન કોહલી ગ્રાઉન્ડ પર ઓસ્કાર વિજેતા નાટુ નાટુ ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો.
વિરાટ કોહલીએ મેદાન પર પોતાના ડાન્સ મૂવ્સ બતાવ્યા
મેદાન વચ્ચે વિરાટ કોહલીએ નાટુ નાટુ ગીત પર કર્યો ડાન્સ
સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરિઝની પહેલી મેચ મુંબઈના વાનખેડે ખાતે રમાઈ હતી અને ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં શાનદાર દેખાવ કરતાં 5 વિકેટે જીત મેળવી હતી.
મેદાન વચ્ચે વિરાટ કોહલીએ નાટુ નાટુ ગીત પર કર્યો ડાન્સ
ભારત આ ત્રણ મેચની વનડે સીરિઝમાં 1-0થી આગળ છે અને આ મેચમાં ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન વિરાટ કોહલી અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. ભારતીય ટીમના મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલી મેદાન પર ડાન્સ કરવાનો કોઈ મોકો છોડતો નથી એવામાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ દરમિયાન કોહલી ગ્રાઉન્ડ પર ઓસ્કાર વિજેતા નાટુ નાટુ ગીત પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીના આ ડાન્સનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ
RRR ફિલ્મના ગીત નાટુ નાટુનો નશો આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. એસએસએસ રાજામૌલીની ફિલ્મના આ ગીતને ઓસ્કારમાં ઓરિજિનલ સોંગ કેટેગરીમાં બેસ્ટ સોંગનો એવોર્ડ મળ્યો હતો. આ ગીતને ઓસ્કારમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. આ ગીત સાથે તેના ડાન્સ સ્ટેપ પણ ખૂબ ફેમસ છે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મુંબઈમાં રમાઈ રહેલી ODI સીરીઝની પ્રથમ મેચમાં વિરાટ કોહલીએ મેદાન પર પોતાના ડાન્સ મૂવ્સ બતાવ્યા હતા. સ્લિપમાં ફિલ્ડિંગ માટે ઉભેલા વિરાટે નાટુ નાટુ સ્ટેપ્સ કરવા માંડ્યા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ટીમ ઈન્ડિયાએ મેચ જીતી
પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમને 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેને ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 7.5 ઓવરમાં 19 રનમાં છેલ્લી છ વિકેટ ગુમાવી હતી. ભારત તરફથી મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે 3-3 વિકેટ લીધી હતી. બેટિંગમાં ભારતની શરૂઆત સારી રહી ન હતી પણ મિડલ ઓવરમાં કેએલ રાહુલે 75 રન અને રવિન્દ્ર જાડેજાએ 45 રન બનાવી ભારતીય ટીમને જીત અપાવી હતી.