બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / સ્પોર્ટસ / Cricket / IND VS AUS TEST 2021 SYDNEY ROHIT SHARMA RETURNS

IND vs AUS / સિડનીમાં 43 વર્ષનો જીતનો દુષ્કાળ ખતમ કરી શકશે અજિંક્ય બ્રિગેડ ? જાણો મેચ પહેલા ટીમમાં કયા ખેલાડીની થઈ એન્ટ્રી ?

Parth

Last Updated: 05:03 PM, 6 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્તમાન પ્રવાસમાં ટીમ ઇન્ડિયા આવતી કાલથી ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરશે. મેલબોર્નમાં કાંગારું ટીમને ધૂળ ચટાડીને શ્રેણીને ૧-૧થી સરભર કરી ચૂકી છે.

  • શું અજિંક્ય બ્રિગેડ સિડનીમાં ૪૩ વર્ષનો જીતનો દુષ્કાળ ખતમ કરી શકશે ખરી?
  • સિડનીમાં 7 જાન્યુઆરીએ રમાશે મૅચ, રોહિત શર્માની થશે વાપસી
  • ત્રીજી ટેસ્ટમાં નટરાજનના ડેબ્યુને લઇને ઘણી ચર્ચા 

નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજિંક્ય બ્રિગેડ ત્રીજી ટેસ્ટ માટે તૈયાર છે. મેચ આવતી કાલે ભારતીય સમય અનુસાર સવારના ૫.૦૦ વાગ્યાથી શરૂ થશે. આ મેદાન પર ૧૯૪૭-૨૦૧૯ દરમિયાન ટીમ ઇન્ડિયાએ ૧૨ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો સામનો કર્યો છે. આ દરમિયાન ભારતને માત્ર એક ટેસ્ટ જીતવામાં સફળતા મળી છે અને પાંચ ટેસ્ટમાં હારનો સામનો કર્યો છે, જ્યારે ટેસ્ટ ડ્રો રહી છે.

સ્પષ્ટ છે કે સિડનીમાં ભારતનો રેકોર્ડ સારો નથી. આ મેદાન પર ભારતીય ટીમને એકમાત્ર જીત ૧૯૭૮માં મળી  હતી. એ સમયે બિશનસિંહ બેદીની કેપ્ટનશિપમાં ઓસ્ટ્રેલિયાને ઇનિંગ્સ અને બે રને માત આપી હતી. સિડનીમાં ૪૩ વર્ષ પહેલાં મળેલી એ જીતની ખાસ વાત એ છે કે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતીય ટીમની અત્યાર સુધીની એ સૌથી મોટી જીત (ઇનિંગ્સના િહસાબે) છે. હવે જોવાનું એ રહે છે શું અજિંક્ય બ્રિગેડ સિડનીમાં ૪૩ વર્ષનો જીતનો દુષ્કાળ ખતમ કરી શકશે ખરી?

સિડની બાદ તા. ૧૫ જાન્યુઆરીથી શ્રેણીની અંતિમ ટેસ્ટ શરૂ થશે. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહી તો બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં જીતની હેટ્રિક લગાવવામાં તે સફળ રહેશે. ભારતે છેલ્લી બંને બોર્ડર-ગાવસ્કર શ્રેણી પર કબજો જમાવ્યો હતો. ૨૦૧૮-૧૯માં છેલ્લા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતે ૨-૧થી અને એ પહેલાં ૨૦૧૬-૧૭માં ટીમ ઇન્ડિયાએ ભારતની ધરતી પર ઓસ્ટ્રેલિયાને ૨-૧થી માત આપી હતી.

7 જાન્યુઆરીથી સિડનીમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મૅચ માટે BCCIએ ટીમ ઇન્ડિયાનું એલાન કરી દીધુ છે. ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા બે બદલાવ સાથે મેદાન પર ઉતરશે. સ્ટાર ઓપનર રોહિત શર્માની વાપસી થઇ છે ત્યારે નવદીપ સૈનીને ત્રીજી ટેસ્ટમાં ડેબ્યુ કરવાનો મોકો મળશે. બે ટેસ્ટમાં નિષ્ફળ રહેનાર ઓપનર મયંક અગ્રવાલને બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે.

રોહિત શર્માની વાપસીનો ક્યાસ પહેલાથી જ લગાવવામાં આવી રહ્યો છે. જો કે તે સાફ નથી કે રોહિત શર્મા મયંક અગ્રવાલની જગ્યા લેશે કે પછી હનુમા વિહારીની પરંતુ ટીમ ઇન્ડિયાએ વિહારીને એક તક આપવાનો નિર્ણય કર્યો છે. ઉમેશ યાદવ ઇજાગ્રસ્ત હોવાથી ભારતીય ટીમ મજબૂરીમાં આ બદલાવ કરવા જઇ રહ્યું છે. નવદીપ સૈનીને ટીમ ઇન્ડિયાને ડેબ્યુ કરવાની તક આપી છે. નવદીપ સૈની ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝનો સાથ આપશે. 

સ્પિન બૉલરની જવાબદારી આ સિરીઝમાં શાનદાર ફોર્મ તાવનાર અશ્વિનના માથે રહેશે. રવિન્દ્ર જાડેજાએ પહેલી ટેસ્ટમાં 57 રન બનાવ્યા હતા અને ઓલરાઉન્ડર ટીમમાં પોતાની જગ્યા નક્કી કરી લીધી હતી. ત્રીજી ટેસ્ટમાં નટરાજનના ડેબ્યુને લઇને ઘણી ચર્ચા હતા એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે સૈનીની જગ્યાએ નટરાજનનું ડેબ્યુ થશે. આવુ થયુ નહી અને નટરાજનને હાલ ટેસ્ટ ક્રિકેટ રમવા માટે રાહ જોવી પડશે. 

ભારતીય ટીમના 11 ખેલાડી 

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, અજીંક્યા રહાણે, હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર.અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાઝ, નવદીપ સૈની. 

સંકળાયેલા મુદ્દાઓ

IND Vs AUS Sydney test match ટેસ્ટ મેચ IND vs AUS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ